HomeGujaratબર્થડે પાર્ટી વિવાદ, જૂનાગઢ જેલના સાત કેદી સામે નોંધાતો ગુનો

બર્થડે પાર્ટી વિવાદ, જૂનાગઢ જેલના સાત કેદી સામે નોંધાતો ગુનો

જૂનાગઢ જેલમાં ગત તા. 9 ફેબ્રુઆરીના રોજ કેદીઓ દ્વારા બર્થડે પાર્ટીની ઉજવણી કરી હોવાનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચી ગયો હતો. જે બાદ થોડા દિવસ પહેલા જેલર સહિતના 6 કર્મીઓની અલગ અલગ જેલમાં બદલી કરાઈ હતી. ત્યારે હવે આ પ્રકરણમાં 7 કાચા કામના કેદી સામે ગુનો નોંધાયો છે.

જેલમાં કેદી દ્વારા ગત તા. 9 ફેબ્રુઆરીના રોજ કાચા કામના કેદી યુવરાજ પ્રતાપ માંજરીયાની બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. જેમાં કેક કાપી, બીયર પી અને બેરેકમાં ફટાકડા ફોડવામાં આવ્યા હોવાનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ ઘટના બાદ જેલતંત્ર દોડતું થયું હતું. અમદાવાદની જેલ ઝડતી સ્ક્વોડના સ્ટાફે તપાસ હાથ ધરતા જેલમાંથી બે મોબાઈલ અને એક રાઉટર પણ મળી આવ્યું હતું.

આ સમગ્ર કેસની તપાસ રાજકોટના નાયબ જેલ અધિક્ષકને સોંપાઈ હતી. તપાસ બાદ થોડા દિવસ પહેલા જેલના અધિક્ષક, નાયબ જેલર, સુબેદાર, સિપાહી સહિત 6 કર્મીઓની જુદી જુદી જેલમાં બદલી કરાઈ હતી. તો આજે બર્થડે પાર્ટીની ઉજવણી પ્રકરણમાં કાચા કામના કેદી યુવરાજ પ્રતાપ માંજરિયા, કિશોર જીલુ ખાચર, વિજય કનકરાય ટાંક, રૂખડ ભોજા ખાંભલા, યુસુફશા અલારખા બાનવા, અનુપમ હલ્ડર, અમલ હલ્ડર, લખન મેરૂ ચાવડા સામે અન્ય કેદીઓ અને સ્ટાફમાં ધાક ઉભી કરવાના પ્રયાસ કરવા અને ટોળકી ઉભી કરીને જેલમાં પ્રતિબંધિત વિસ્તારમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરવા સબબ ગુનો નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW