મોરબી આઇસીડીએસ વિભાગ હસ્તક આંગણવાડીની બહેનોને મુખ્યસેવીકામાં બઢતી મળતાં રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી હસ્તે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં ગુરુવારે નવ બહેનોને બઢતીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં પંચાયત વિભાગ હેઠળ 17 સંવર્ગની 13,000 થી વધુ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી સમયસર અને પારદર્શી તેમજ વિશ્વસનીય પદ્ધતી થાય તે માટેની પ્રક્રિયાઓ હાથ ધરી છે. મુખ્યમંત્રની વડપણ હેઠળની સરકારમાં વહિવટી સુધારણાની પ્રક્રિયા હેઠળ હાલે સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ભરવામાં આવી છે.

વંચિતો, ગરીબો અને અંત્યોદયની સેવા કરવાનું ફળ આપ સૌને મળેલ છે ત્યારે બઢતીની સાથે જવાબદારી પણ વધે છે તેને સુપેરે નીભાવવા તત્પરતા દાખવવા અને ફરજ પ્રત્યેની જાગૃતતા દાખવવા આહ્વાન કર્યું હતું. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડી વર્કરમાંથી મુખ્યસેવીકા તરીકેની સમયસરની બઢતી આપવાની પરિણામલક્ષી કામગીરીથી આપ સૌને હકનું અને સમયસર અપાવી શક્યા છીએ. તેમમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.

