HomeGujaratમાતાની દવા લઈ પરત આવતી મા-દીકરીનો અકસ્માત, બેના મોત ટેમ્પો, મોપેડ અને...

માતાની દવા લઈ પરત આવતી મા-દીકરીનો અકસ્માત, બેના મોત ટેમ્પો, મોપેડ અને બાઈક અથડાયા

મહાનગર સુરતના રાંદેર કોઝવે બ્રીજ પર મંગળવારે મોડી રાત્રે જીવલેણ અકસ્માત થયો છે. જેમાં ટેમ્પો, મોપેડ અને બાઈક ત્રણેય એકસાથે અથડાયા હતા. આ ઘટનામાં બાઈક ચાલક લેબર કોન્ટ્રાકટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે મોપેડ પર જઈ રહેલી માતા પુત્રીમાંથી પુત્રીને ગંભીર ઈજા પહોંચી છે. આ ઈજાને કારણે એનું મૃત્યું થયું હતું. આમ આ કેસમાં બે વ્યક્તિઓના મોત થયા છે.

ત્રણ વાહનો વચ્ચેના અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કાળનો ભોગ બનેલા લેબર કોન્ટ્રાક્ટર લગ્ન પ્રસંગે હાજરી આપીને મિત્ર સાથે પરત ફરી રહ્યા હતા. એ સમયે આ ઘટના બની હતી. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, કતારગામ ભાવનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષના મુકેશભાઈ બારૈયા લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. એક દીકરા અને પત્ની સાથે રહેતા હતા. મંગળવારે આશરે 9 વાગ્યા આસપાસ મિત્ર દિનેશને બાઈક પર બેસાડી લગ્નમાં જતા હતા. મુકેશભાઈ બાઈક મારફતે કોઝવે બ્રીજ પરથી પસાર થતા હતા ત્યારે બાઈક છોટાહાથી ટેમ્પોની પાછળ હતું. ટેમ્પોની સામેની બાજુથી એક્ટિવા પર મા દીકરી આવી રહ્યા હતા. મોપેડ અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતા પાછળથી મુકેશભાઈનું બાઈક અથડાયું હતું. મોપેડ પર આવી રહેલી બે મહિલા રેણુકાબેન અને પુત્રી તન્વી હોવાનું જાણવા મળ્યું છે. વિચિત્ર રીતે થયેલા આ અકસ્માતમાં મુકેશભાઈનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે મોપેડ પર જઈ રહેલા 43 વર્ષના રેણુંકાબેન સોલંકી તથા 23 વર્ષની દીકરી તન્વી સોલંકીને ગંભીર ઈજા થઈ હતી. રેણુંકાબેન અને દિનેશભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા છે. તન્વીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ મામલે રાંદેર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મુકેશના પરિવારજનોએ કહ્યું કે, સાત વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. સંતાનમાં હજું પાંચ વર્ષનો દીકરો છે. પત્ની, દીકરા અને નાના ભાઈ તથા વિધવા માતાની જવાબદારી મુકેશ પર હતી. કાળનો શિકાર થતા તેનો પરિવાર નિરાધાર થયો છે. આ કેસથી ભાવનગર પાસે આવેલા પાલિતાણામાં પણ દુઃખનું મોજું ફરી વળ્યું છે. મોતને ભેટેલી તન્વી રોહિદાસ સોરઠિયા સમાજની છે. મંગળવાર આ બંને વ્યક્તિઓ માટે અમંગળ પુરવાર થયો છે. તન્વીના પરિવારજનોએ કહ્યું કે, રેણુકાબેનની દવા લઈને તેઓ પરત ફરી રહ્યા હતા. તન્વીની માતા રેણુકાબેનનું ખભાનું ઑપરેશન હતું. એમની સ્થિતિ પણ ગંભીર છે. તન્વી BAના છેલ્લા વર્ષમાં હતી. પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હાલમાં તે સિવિલ સર્વિસની તૈયારી કરતી હતી. પરિવારમાં માતા પિતા અને એક ભાઈની એકની એક બહેન હતી. પિતા બ્રોકેરેજનું કામ કરતા હતા. માતા હાઉસવાઈફ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW