મોરબી જીલ્લામાં કોરોના વધતા ઘટતા કોરોનાના કેસ વચ્ચે મંગળવારે જીલ્લામાં 984 દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 16 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 6 દર્દી મોરબી ગ્રામ્ય 3 મોરબી શહેર,વાંકાનેરમાં 5,ટંકારામાં 2 દર્દી પોઝીટીવ આવ્યા હતા જયારે હળવદ અને માળિયા તાલુકામાં એક પણ નવો કેસ આવ્યો ન હતો.જોકે વાંકાનેરમાં 68 વર્ષના વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.વૃધ્ધા બ્લડ કેન્સર, લ્યુકેમિયા નામની બીમારીથી પીડાતા હતા બીજી તરફ મોરબીમાં 15 ટંકારામાં 4 તેમજ વાંકાનેર અને હળવદ 1-1 દર્દી સ્વસ્થ થયા હતા.મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં કુલ 497539 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 10,712 દર્દી પોઝીટીવ આવ્યા હતા.જ્યારે 10,262 દર્દી સાજા થઇ ચુક્યા છે તો 101 હજુ પણ એક્ટીવ કેસ છે જયારે 95 દર્દીના મોત થયા છે.

