HomeGujaratમોરબીમાં રાજાશાહી સમયના નઝરબાગ રેલવે સ્ટેશનની થઈ કાયાપલટ

મોરબીમાં રાજાશાહી સમયના નઝરબાગ રેલવે સ્ટેશનની થઈ કાયાપલટ

મોરબી શહેરના સામાં કાંઠા વિસ્તારમાં રાજાશાહી સમયમાં ધમધમતા રેલવે સ્ટેશનમા ધીમે ધીમે રેલવે તંત્રની આળસ વૃતિના કારણે સ્ટેશનની હાલત દિન પ્રતિદિન કથળી રહી હતી. એક સમય એવો આવી ગયો હતો. જ્યારે આ સ્ટેશન સાવ ખાંઢેર હાલતમાં ફેરવાઈ ગયું હતું. આ બાબતે સામાજિક કાર્યકરો, આગેવાનો દ્વારા સાંસદ વિનોદ ચાવડા તેમજ રેલવે વિભાગમાં આ બાબતે રજુઆત કરવામાં આવતા અંતે આ રેલવે સ્ટેશનનું ફરીવાર રીનોવેશન કામગિરી હાથ ધરાઈ હતી. હાલ આ રેલવે સ્ટેશનના પ્લેટ ફૉર્મની ઉંચાઈ વધારવામાં આવી છે રેલવે સ્ટેશનનીંકાયાપલટ થતા સામાં કાંઠા વીસ્તારથી વાંકાનેર કે મોરબી તરફ ટ્રેન મેળવવામાં મુશ્કેલીમાંથી રાહત મળી છે.

નઝરબાગ રેલવે સ્ટેશન હાલ રીનોવેશન થઈ ચૂક્યું છે. જોકે અહીં રેલવે સ્ટેશન અંદર લાઈટ હાલ બંધ હાલતમાં છે જેના કારણે રેલવે સ્ટેશનની અંદરના ભાગે રાત્રીના સમયે અંધકાર છવાઈ જાય છે. જેના કારણે રાત્રીના સમયે વાંકાનેરથી મોરબી આવતા મુસાફરોને હાલાકી પડી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW