આ વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે. આગામી 22થી 27 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. તેમજ દ્વારકામાં યોજાનારી ચિંતન શિબિરમાં પણ હાજર રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ભાજપને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે રાહુલ ગાંધી આગામી તા. 22થી 27 ફેબ્રુઆરી સુધી ગુજરાતના પ્રવાસે આવશે. રાહુલ ગાંધી દ્વારકામાં યોજાનારી ચિંતન શિબિરમાં હાજર રહીને વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરશે. આ ઉપરાંત રાજ્યના કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરીને ભાજપને ઘેરવાની રણનીતિ તૈયાર કરાશે. દ્વારકામાં યોજાનારી ચિંતન શિબિરમાં ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ, ધારાસભ્યો પણ હાજર રહેશે.

