HomeGujaratહળવદમાં એસબીઆઈ સાથે રૂ 91 કરોડની છેતરપીંડી કેસમાં બેંક કર્મચારીની ધરપકડ

હળવદમાં એસબીઆઈ સાથે રૂ 91 કરોડની છેતરપીંડી કેસમાં બેંક કર્મચારીની ધરપકડ

હળવદ શહેરમાં આવેલી એસબીઆઈની મુખ્ય બ્રાંચ સાથે વર્ષ 2016થી અલગ અલગ સમયે 6 જેટલા ભેજાબાજોએ બોગસ પ્રમાણપત્ર મેળવી મકાન ન બનાવ્યું હોવા છતાં 83.95 લાખની લોન મેળવી લીધી હતી આ પ્રકરણમાં અંતે બેંક દ્વારા કરતા બેંક સાથે છેતરપીડી થયાનું સામે આવ્યું હતું આ છેતરપીડીમાં એક મહિલા એક બેંક કર્મી સહીત 7 લોકોના નામ ખુલતા તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી આ પ્રકરણમાં પોલીસે બેંક કર્મીની ધરપકડ કરી તેનાં વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ શહેરની એસબીઆઈ મુખ્ય બ્રાંચ સાથે ભેજાબાજોએ એક બેંક કર્મીની મદદથી અરજીમાં દર્શાવેલ સર્વેવે નંબર પર મકાન બનાવ્યા ન હતા. સ્થળ પર મકાન પાલિકાના ખોટા પ્રમાણ પત્ર મેળવી વર્ષ 2016 થી દી જુદી તારીખ સમયે હોમ લોનની માંગણી કરી અલગ અલગ તારીખે 6 જેટલા શખ્સે હળવદની એસ.બી.આઈ.બેન્કમાંથી કુલ રૂ 83 ,95,000ની હોમ લોન મેળવીબાદમાં જે પૈકી રૂ 14,76000 બેન્કમાં જમા કરાવી દીધા હતા જોકે બાકીના બેકના લેણા નીકળતા 69.19લાખ તથા બેંન્ક વ્યાજ રૂ 21.81 લાખ મળી કુલ રૂ 91લાખ આજદીન સુધી નહી ભરી આરોપીઓએ જે સ્થળ સર્વે નંબર ઉપર હોમ લોન મળવેલ તે સ્થળ સર્વે નંબર ઉપર મકાન નહી બનાવી તથા એક આરોપીએ લોનની વેલ્યુએશન કરતા ઓછુ બાંધકામ કરી કોન્ટ્રાકટર તથા નગરપાલીકા તથા આરોપી મીતેશ કડીયા સાથે મળી ખોટા કંમ્પ્લીસન સર્ટી તથા એપ્રુવલ મેળવી તમામ આરોપીઓએ લોન મેળવી તથા સબસીડી મેળવી લોન નહી ભરી બેંન્ક તથા સરકાર સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું હતું આ બનાવમાં બેંક મેનેજર જીતેન્દ્ર કુમાર સુગ્રીવપ્રસાદ સિહે ગદિશભાઈ મનસુખલાલ ઠક્કર તથા નં શીલ્પાબેન દીપેનભાઈ ઠક્કર તથા દીપેનભાઈ જગદિશભાઈ ઠક્કર, હરીનભાઈ રમેશભાઈ કારીયા હર્ષદભાઈ રમેશભાઈ કારીયા, રાજેશભાઈ કાંતીલાલ કોટેચા તેમજ બેંક કર્મી મીતેશ કડીયા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવો હતી.આ પ્રકરણમાં પોલીસે બેંક કર્મી મિતેશ કડિયાને ઝડપી લઇ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW