HomeGujaratCentral GujaratITવિભાગના આ ગ્રૂપ પર દરોડાઃ બેનામી નાણાંનો આંકડો વાંચીને ચોંકી જશો

ITવિભાગના આ ગ્રૂપ પર દરોડાઃ બેનામી નાણાંનો આંકડો વાંચીને ચોંકી જશો

અમદાવાદમાં આવેલા તમામ વિસ્તારોમાં બાંધકામ સાઇટ ચાલુ છે જે હવે ઇન્કમટેક્સ વિભાગના રડારમાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં બિલ્ડરોના નામ વગરના બિલ મળી આવતા ચકચાર મચી ગઇ છે. શિવાલિક શિલ્પ અને શારદા બિલ્ડર્સના 30 જુદા જુદા ઠેકાણાઓ પર આઇટી વિભાગે દરોડા પાડી તપાસ કરી હતી. પૈકી બે જણા ની કામગીરી પૂરી થઈ ગઈ છે. તેમાં સ્થાનિક અને જવાબદાર વ્યક્તિના નિવેદન લેવામાં આવ્યા છે.

શનિવારે રાત સુધીમાં અન્ય 28 જેટલા દાણા ઉપર સર્ચ કામગીરી પૂરી થઈ હતી. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ એવું માની રહ્યા છે કે આ બિલ્ડર ગ્રૂપ પાસેથી 1000 કરોડથી વધુ રૂપિયાના બેનામી હિસાબ મળી આવ્યા છે. જોકે અધિકારીઓ એ કોઈ પ્રોપર્ટી કે રકમ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આ રકમ હજુ પણ વધારે વધે એવી પૂરી શક્યતા છે. ત્રીજા દિવસના અંતે વિવાદાસ્પદ ટ્રાન્જેક્શન અને ખરીદ વેચાણના દસ્તાવેજ મળી આવ્યા હતા. આના પરથી એવું કહી શકાય કે હજુ રકમ મોટી થશે. શિલ્પ શારદા અને શિવાલિક બિલ્ડર ગ્રૂપના આવા બેનામી વ્યવહારો આંક હજુ વધે તેવી સંભાવના છે. ડેવલોપમેન્ટ સાઇટના નામે ખેલ પાડવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે બિલ્ડરોએ અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોની સોનાની લગડી સમાન જમીન પણ ખોટી રીતે કબજે કરી લીધી હતી. આ જમીન પચાવી પાડયા હોવાનું પણ અનુમાન હાલ અધિકારી લગાવી રહ્યા છે. શિવાલિક ગ્રુપ તરફથી હાલમાં અત્યારે ભલે પોશ એરિયામાં બાંધકામ સાઇટ ચાલુ હોય પરંતુ મૂળ માલિકો ડબ્બો ચલાવી રહ્યા હોવાની વિગત સામે આવી હતી. જેમાં સતીશ નિહાલચંદ ગ્રુપના ચિત્રક શાહ અને તરત શાહના નામ ખુલ્યા છે.

જેઓ શેરમાર્કેટમાં કરોડો રૂપિયાની હેરાફેરી કરતા હતા. ટ્રેડિંગનું કાળું નાણું પછી રિયલ એસ્ટેટમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. પછી મળતિયાઓને સાથે રાખીને અમદાવાદની આસપાસના વિસ્તારમાં સોના લગડી જેવી જમીન પચાવી પાડવામાં આવી હતી. જેની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે. ઝલક બિલ્ડરો પોતાની ડાયરી સાચવવાના બદલે ડિજિટલ ડેટા સાચવતા હતા. આ ડેટા મોબાઇલ અને હાર્ડ ડિસ્કમાં સેવ કરતો હતો જ્યારે કોઈ અધિકારી આવે તો તરત જ ડીલીટ કરી શકાય. આવો ડિલીટ કરેલો ડેટા રિકવર કરવા માટે અધિકારીઓ ટેકનોલોજીની મદદ લેશે. અધિકારીઓએ જ્યારે લોકર માં પડેલા પૈસા અને દાગીના વિશે બિલ્ડરને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે એમને કોઈ વિગત યાદ નથી. આ લોકર ખોલવામાં આવ્યું ત્યારે રૂપિયા 1 કરોડની રોકડ મળી હતી. હવે આવા લોકો પર ખોલાવવાની કામગીરી થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW