નવયુગ મહિલા સાયન્સ કોલેજ દ્વારા ડે-સેલીબ્રેશન વીકનું આયોજન કરેલ હતું. જેમાં તા.૧૧/૦૨/૨૦૨૨ના રોજ ગો-ગ્રીન ડે નું સેલીબ્રેશન કરવામાં આવ્યું હતું. આ દિવસને T.Y.B.Sc ના બોટની ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ એ કિચન ગાર્ડનીંગ વર્કશોપનું આયોજન કરીને ખાસ બનાવ્યો હતો.આ વર્કશોપમાં કોલેજના તમામ સ્ટુડન્ટ્સને કપમાં બીજ આપીને અંકુરીત કરવાની મેથડ સમજાવીને તેના ફાયદા સમજાવ્યા હતા.
કેમિકલવાળા અને ઓછા ન્યુટ્રીશનવાળા વેજીટેબલ અને ફ્રુટના લીધે ઘણા બધા શરીરમાં રોગ જેવાકે ડિપ્રેશન, ડાયાબીટીશ, કેન્સર વગેરે થાય છે. જેનાથી બચવા માટે આપણે ઓર્ગેનિક વેજીટેબલ અને ફ્રુટ ખાવા જોઇએ. કિચન ગાર્ડનમાંથી આપણે ફ્રેશ, ઓર્ગેનિક, ન્યુટ્રીશનયુક્ત અને કોસ્ટ ફ્રી વેજીટેબલ અને ફ્રુટ મેળવી શકીએ છીએ. આખા વિશ્વમાં ૨૦૨૧નું વર્ષ ઓર્ગેનિક ફ્રુટ અને વેજીટેબલ યર તરીકે જાહેર કરવામાં આવ્યું હતુ.

સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ અને મેનેજીંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડો.વરૂણ ભીલા અને તમામ વિભાગના પ્રિન્સિપાલની હાજરીમાં કર્યુ હતું. સમગ્ર આયોજન પ્રોફેસર રીંકલ સિદપરાના માર્ગદર્શન હેઠળ કર્યું હતુ. વર્કશોપને સફળ બનાવવામાં બોટની ડિપાર્ટમેન્ટના હેડ દિવ્યા દેત્રોજા અને અન્ય સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.

