મોરબી જિલ્લાના ટંકારામાં વર્ષોથી એસટી બસ સ્ટેશન ન હોવાથી ગ્રામજનો તેમજ સામાજીક આગેવાન દ્વારા અનેક રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ટંકારામાં એસટી બસ સ્ટેશન મંજુર કરવામાં આવ્યું હતું. 2640 ચો.મિટર વિસ્તારમાં બનેલ રૂ 1.66 કરોડના ખર્ચે એસટી બસ સ્ટેશનનું નિર્માણ પૂર્ણ થઇ ગયું હતું. આજે માર્ગ અને મકાન વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં એસટીના અલગ અલગ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગના ખાસ કરીને એસટી વિભાગના ૨૨૬ બસ સ્ટેશન કાર્યરત છે.આજે ટંકારા સહીત અલગ અલગ સ્થળે બસ સ્ટેશન ના લોકાર્પણ કર્યા છે.

ભૂતકાળમાં એસટી સેવા મળવી મુશ્કેલ હતી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં રોડ ન હોવાથી કનેક્ટિવિટી ન હતી સરકારે અલગ અલગ સુવિધા આપવાનું કામ કર્યું છરાજ્યમાં કંડકટર અને ડ્રાઈવરની 2200 -2200 જેટલી જગ્યા ભરવા વેરિફિકેશન પ્રોસેસ ચાલુ છે આ બધું ક્લીયર થયા બાદ 1000 નવી બસ ખરીદી થઇ છે આમ નવી બસ અને સ્ટાફ સાથે સુવિધાઓ વધારો કરવામાં આવશે .
આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરા,રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી,સાંસદ મોહન કુંડારિયા
તેમજ જિલ્લાના ચુંટાયેલ પદાધિકારી અધિકારી સહિતના આગેવાન હાજર રહ્યા હતા.

