HomeGujaratCentral Gujaratએવું તો શું થયું કે ગીરના જંગલમાં ત્રણ સાવજો કાચબા પાસે થયા...

એવું તો શું થયું કે ગીરના જંગલમાં ત્રણ સાવજો કાચબા પાસે થયા પરાસ્ત

ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીક એક દુર્લભ ઘટના સામે આવી છે. જેમાં એક કાચબો ડેમ તરફ જતો હતો. ત્યારે ત્રણ સિંહો આવ્યાં અને કાચબાને તેનો શિકાર બનાવવા લાગ્યાં હતાં. જો કે કાચબો મોં અંદર કરી લેતા સિંહો કાચબાનો શિકાર કરવામાં અસફળ રહ્યાં હતાં.

કમલેશ્વર ડેમ નજીક આજે એક દુર્લભ ઘટના બની હતી. ડેમ તરફ જઈ રહેલો કાચબો ત્યાં રહેલા ત્રણ સિંહોની નજરમાં ચડી ગયો હતો. ત્રણેય સિંહોએ કાચબાનો શિકાર કરવા માટે અનેક પ્રયાસો પણ કર્યાં હતાં. કાચબાના શરીર ઉપર મજબુત કવચ હોય ત્રણેય સિંહોએ શિકારની ખુબ જ મહેનત કરી પણ તેને સફળતા મળી ન હતી. અંતે થાકી જઈ ત્યાંથી થોડે દુર ચાલ્યાં ગયા હતા અને કાચબો ફરી ડેમના પાણીમાં જતો રહ્યો હતો.

જંગલમાં રહેતા દીપડા સહિતના પ્રાણીઓ સિંહના રસ્તા ઉપર આડા ઉતરતા નથી ત્યારે કાચબાના મજબુત શરીર કવચ સામે ત્રણ વનરાજો પણ લાચાર બની ગયાં હતાં. આ અંગે સાસણના ડીસીએફ મોહન રામે જણાવ્યું છે કે, આ ઘટના ખરેખર દુર્લભ છે. આ ઘટના પોતે જંગલમાં રૂટિન રાઉન્ડમાં ગયા હતાં ત્યારે નજરે જોઈ હતી. આ પહેલા પણ સિંહોએ કીડીખાવને પકડી તેનો શિકાર કરવા માટે પ્રયાસ કર્યો હતો તેવું પણ સામે આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW