રાજ્ય ડીજીપી દ્વારા ગેરકાયદે પકડવા ડ્રાઈવ કરવાનો આદેશ થતા એસપી ઓડેદરાની સુચનાથી માળિયા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ સ્થળે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન રેલવે સ્ટેશન પાસે એક શખ્સ દેશી તમંચા સાથે ફરતો હોવાની બાતમી મળી હતી હતી જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તાજમહમદ ઉર્ફે તાજું કરીમભાઈ સંઘવાનીને દેશી બનાવટની સિંગલ બેરલ બંધુક સાથે ઝડપી લીધો હતો તેના વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં આર્મ એક્ટ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

