HomeGujaratCentral Gujaratતમારો એક આઈડીયો બનાવી દેશે કરોડપતિ, સરકારની નવી IT પોલિસી થઈ જાહેર

તમારો એક આઈડીયો બનાવી દેશે કરોડપતિ, સરકારની નવી IT પોલિસી થઈ જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં આઈટી સેક્ટરમાં ઝડપી વૃદ્ધિ થાય તે માટે વર્ષ 2022થી 2027 સુધી પાંચ વર્ષની નવી ગુજરાત આઈટીઅને ITeS પોલિસીની જાહેરાત કરી છે. જેમાં હવે રાજ્યમાં નવી અને ઉભરાતી આઈટી ટેક્નોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ ઉપર નોંધપાત્ર અસરો ઉભી કરવા સાથે જ નાનામા નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવાશે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે. તેમજ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર, રોકાણો માટે ફ્રેન્ડલી પોલીસીથી સાનુકૂળ બિઝનેસ ઈકોસિસ્ટમ પ્રદાન કરવા પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે. એક મજબુત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં આઈટી ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરીયાચતો રજૂ કરીને અનુકૂળ બિઝનેસ ઈકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યાં છે.

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે આ નવી આઈટી અને આઈટીઈએસ પોલીસી 2022-2027 લોન્ચ કરી છે. હાઈ સ્કીલ્ડ ઉદ્યોગો માટે આઈટી ટેલેન્ટ પુલ બનાવવા, અદ્યતન આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર પુરી પાડવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આનવી પોલિસીનો હેતુ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર આઈટી સેક્રટરમાં રોજગારી સર્જનારાઓને સહાય આપવામાં આવશે તેમજ લોન ઉપર વ્યાજની ચુકવણીમાં સહાય કરેશે.

ઈલેક્ટ્રિક ડ્યુટીમાં 100 ટકા વળતર, ડેટા સેન્ટરમાં ઉર્જા જોઈએ એટલે તેમાં વીજદરમાં સબસિડી, જરૂરિયાત પ્રમાણે જગ્યા આપવી તેમજ ભાડામાં રાહત આપવી આ ઉપરાંત આઈટી સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક આઈટી નિકાસ 3 હજાર કરોડથી વધારીને 25 હજાર કરોડ સુધી લઈ જવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત નવી પોલિસી દ્વારા આઈ.ટી. ઈકોસિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઈસ બનાવાશે તેમ જણાવ્યું છે.

જે સહાય જાહેર કરાઈ છે. તેમાં સૌથી નોંધપાત્ર સહાય 50થી માંડીને 200 કરોડ રૂપિયાની મદદની છે. એટલે હવે જો તમારી પાસે કોઈ એવો આઈટી પ્રોજેક્ટ હોય જે ભવિષ્યમાં રોજગારી સર્જે છે. કોઈ ક્રાંતિ લાવે કે પછી લોકોની દૈનિક જરૂરિયાતો પુરી કરે એવી કંઈક સેવા પુરી પાડે તો સરકાર તેમાં 50થી 200 કરોડ સુધીની મદદ કરવા તૈયાર હોવાનો રાજ્ય સરકારે આ પોલીસીમાં જાહેર કર્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW