HomeGujaratIPL:અમદાવાદની ફ્રેન્ચાઈઝીએ ટીમનું નામ જાહેર કર્યું, જાણો શું નામ રાખ્યું એ

IPL:અમદાવાદની ફ્રેન્ચાઈઝીએ ટીમનું નામ જાહેર કર્યું, જાણો શું નામ રાખ્યું એ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદે સોમવારે પોતાની ટીમના નામની જાહેરાત કરી છે. IPL-2022 માં બે નવી ટીમો રમતી જોવા મળશે. આમાંથી એક ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ છે જ્યારે બીજી ટીમ અમદાવાદની છે. અમદાવાદની ટીમનું નામ અમદાવાદ ટાઇટન્સ રાખ્યું છે. હાર્દિક પંડ્યા આ ટીમનો કેપ્ટન છે. ટીમમાં શુભમન ગિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.કોચિંગ સ્ટાફમાં આશિષ નેહરા અને ગેરી કર્સ્ટનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદે રાશિદ ખાન અને શુભમન ગિલ પર પણ ઘણા પૈસા વાપર્યા છે. લીગના ઈતિહાસમાં સૌથી સફળ બોલરો અને વિદેશી ખેલાડીઓમાંના એક, અનુભવી અફઘાન લેગ-સ્પિનર ​​રાશિદને પણ અમદાવાદે રૂ.15 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે, ફ્રેન્ચાઇઝીએ યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલ માટે રૂ.8 રૂપિયા ખર્ચ્યા છે, જે ગત સિઝન સુધી કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતો. આ પહેલા લખનૌની ટીમે પોતાની ટીમનું નામ જાહેર કર્યું હતું. લખનૌ ટીમે લખનૌ જાયન્યટ્સ એવું ટીમનું નામ જાહેર કર્યું છે. આ વખતેની ટુર્નામેન્ટમાં કુલ મળીને દસ ટીમ ભાગ લેવાની છે. જેના ઑક્શન માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોવાનું એ છે કે, આ વખતે સૌથી વધારે રકમનો ક્યો ખેલાડી સાબિત થાય છે. તો કઈ ટીમ માટે ખેંચતાણ થાય છે. જોકે, હાલમાં ઘણા પ્લેયર્સના નામ આ યાદીમાં રહ્યા છે. રિટેઈન ખેલાડીઓના લીસ્ટને બાદ કરતા મોટાભાગના ખેલાડીઓ પર દાવ લાગી શકે છે. છેલ્લા ઘણા સમયથી ટીમમાં નવા યુવા ચહેરાઓને પણ સ્થાન મળી રહ્યું છે. આ વખતે પણ કેટલાક નવા ખેલાડી જોવા મળે એવી પૂરી સંભાવના છે.

છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને લખનૌ ટીમે નામ જાહેર કર્યા બાદ અમદાવાદ ટીમની રાહ જોવાઈ રહી હતી. જોકે, હવે નામ જાહેર થતા અનેક એવી અટકળોનો અંત આવ્યો છે. જોવાનું એ પણ રસપ્રદ રહેશે કે, આ અમદાવાદની ટીમ સાથે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરે છે કે, આ પહેલા પણ તે કહી ચૂક્યો છે કે, જરૂર પડશે તો તેઓ બોલિંગ કરવા માટે પણ તૈયાર છે. પણ ત સતત પડકારો સામે લડત આપતો ખેલાડી રહ્યો છે.

IPLમાં અમદાવાદની ટીમને સીવીસી ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે. ત્યારબાદ ટીમ સામે કેટલાક વિવાદો પણ ઉઠ્યાં હતાં. જો કે બાદમાં બીસીસીસીઆઈએ કમિટી બનાવી અને ટીમના ભવિષ્ય સામે ઉઠી રહેલા સવાલો સામે આ ટીમને ગ્રીન સિગ્નલ આપી દીધું હતું. જો કે આઈપીએલના મેગા ઓક્શન પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW