મોરબી જિલ્લામાં વધી રહેલી વાહન ચોરીની ઘટના અટકાવવા તેમજ અગાઉ વાહન ચોરીના ગુન્હા શોધવા જિલ્લા પોલીસ વડાની સુચનાના પગલે પોલીસ હાલ એક્શન મોડમાં આવી હોય તેમ તાજેતરમાં બી ડીવીઝન પોલીસે મોરબી સહીત 4 જિલ્લાના 12 ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા બાદ ગઈ કાલે એલસીબીની ટીમે પણ 5 ચોરાઉં બાઈક સાથે આરોપીને ઝડપી લીધા હતા તો માળિયા મિયાણા પોલીસે પણ ગઈ કાલે ઘાટીલા ગામની સીમમાંથી સુનીલ ભાવસીંગ નાયકને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો આરોપી અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હતો અને જેલમાં હતો જોકે હાલમાં પેરોલ પર છૂટ્યો હતો.જોકે જેલમાં રહેવા છતાં પોતાની કરતુતમાં કોઈ સુધારો કર્યો ન હતો અને ફરીવાર બાઈક ચોરીના રવાડે ચઢી જતા પોલીસે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા બન્ને ચોરાઉ બાઈક જપ્ત કર્યા હતા આરોપી એ એક બાઈક મોરબી શહેરની આયુષ હોસ્પીટલમાંથી જયારે એક બાઈક ટીકર ગામમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી

