HomeGujaratમોરબીની નાની વાવડી પ્રા શાળામાં છાત્રો માટે દોરાની ગુંચ લાવો અને...

મોરબીની નાની વાવડી પ્રા શાળામાં છાત્રો માટે દોરાની ગુંચ લાવો અને ઇનામ જીતો સ્પર્ધા યોજાઈ

મોરબી તાલુકાના નાની વાવડી પ્રાથમિક શાળા દ્વારા બાળકોમાં પક્ષીપ્રેમ જાગૃત થાય તેમજ ઉતરાયણ પર્વ બાદ જ્યાં ત્યાં પડેલ દોરાથી પક્ષીઓને ઈજા થવાના બનાવ બનતા રહે છે આવા બનાવ અટકે તે માટે વાવડી પ્રાથમિક શાળા દ્વારા દોરાની ગુંચ શોધી લાવો અને ઇનામ મેળવો સ્પર્ધાનું આયોજન કરાયું હતું

હાલ શાળાઓ બંધ હોવાથી શિક્ષકોની વાલી સાથેની મુલાકાત દરમીયાન બાળકોએ એકઠા કરેલ દોરાની ગુચ જમા કરી તેનું વજન કરવામાં આવ્યું હતું ધોરણ 1થી 8 ના બાળકોએ 11 કિલોગ્રામ જેટલી દોરાની ગુંચ એકત્રિત કરી હતી

ઉતરાયણ પર્વ દરમિયાન સામાન્ય રીતે લોકો સોશ્યલ મીડિયામાં પક્ષી બચાવોના માત્ર મેસેજ કરી સંતોષ માની લેતા હોય છે પરંતુ નાની વાવડી પ્રાથમિક શાળાના શિક્ષક મહાદેવભાઈ કાંજીયાનાં માર્ગદર્શનમાં આ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં બાળકોએ ઉતરાયણ પર્વ બાદ જે તે જગ્યાએ વધારાના નકામાં પડી રહેલા દોર કે દોરાની ગુંચ બાળકોએ એકઠી કરી હતી. ધોરણ 1થી 8 ના બાળકોએ 11 કિલોગ્રામ જેટલી દોરાની ગુંચ એકત્રિત કરી હતી.વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW