HomeGujaratફરજમાં બેદરકારીની ફરિયાદ બાદ મયાપુર પ્રા.શાળાના આચાર્યને ડી.ઈ.ઓ.એ ફટકારી કારણદર્શક નોટિસ

ફરજમાં બેદરકારીની ફરિયાદ બાદ મયાપુર પ્રા.શાળાના આચાર્યને ડી.ઈ.ઓ.એ ફટકારી કારણદર્શક નોટિસ

હળવદ તાલુકાની મયાપુર પ્રા.શાળાના આચાર્ય મનસ્વી વર્તનના કારણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને એસએમસી સભ્યો સરપંચ સહિતનાઓએ લેખિતમાં રજૂઆત કરી હતી મયાપુર પ્રા.શાળાના આચાર્ય દ્વારા મનસ્વી વર્તનના કારણે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. અને એસએમસીની બેઠક બોલાવવામાં અસફળ તેમજ શાળાના રોજમેળ, શાળાનો ખર્ચ સહિત અનેક રીતે ફરજમાં બેદરકારી સામે આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આચાર્યને દિવસ ૭ મા ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે.મયાપુર પ્રાથમિક શાળાના આચાર્ય મોહનભાઈ રાઠોડને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે અને દિવસ 7મા જવાબ આપવા જણાવ્યું છે જેમાં વિદ્યાર્થી હાજરી રજીસ્ટરમા હાજરી પુરવામાં બેદરકારી 2 આચાર્ય તરીકેની લોગબુકમા એન્ટ્રી નહી કરવા,એકમ કસોટી યોગ્ય રીતે ન કરવામ,આવક જાવક રજીસ્ટર નિભાવવામા આવેલું નથી, રોજમેળ મુજબ વાઉચર,એજન્ડા બુક,ઠરાવ બુક સહિતની ઉણપો, એસએમસીની બેઠકો યોગ્ય સમયે ન બોલાવી, વિદ્યાર્થી મૂલ્યાંકન નિભાવેલુ નથી, શાળા દ્વારા માંગવામાં આવતી માહિતી સમયસર નહી આપવી સહિત કામગીરીમાં બેદરકારી દાખવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી દિવસ 7મા નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.

મયાપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા મોહનભાઇ રાઠોડ પર શાળાની એસ.એમ.સીના સભ્યો આક્ષેપ કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય બદલી કરવા માટે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા અને એસએમસી સભ્યો સરપંચ નથુભાઈ કણઝરીયા સહિતનાઓએ લેખિતમાં રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,390SubscribersSubscribe

TRENDING NOW