મોરબી એલસીબીની ટીમ અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા ઝડપી લેવા અલગ અલગ. સ્થળો પર તપાસ હાથ ધરી હતી.દરમિયાન બાતમી મળી હતી કે 20 વર્ષ પહેલા મોરબી તાલુકા પોલીસ મથકમાં થયેલ અલગ અલગ લૂંટના 5 બનાવમાં નાસતા ફરતા આરોપી પાટણ જિલ્લામાં હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ પાટણ જિલ્લામાં પહોચી હતી અને સિધ્ધપુર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી તુનસીંગ ઉર્ફે તન્સીંગ ઉર્ફે મનુ ઓ સુકીયાભાઇ સિંગોડીયાઆદીવાશી ભીલ, અબલસીંગ ઉર્ફે અબસીંગ ઉર્ફે જલસાઓ સુકીયાભાઇ સિંગોડીયાને ઝડપી લીધા હતા આરોપીઓની પૂછપરછ કરતા મોરબી તાલુકા પોલીસ મથક થયેલ 5 લૂંટમાં હોવાની કબૂલાત કરી હતી.ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી હતી.

