HomeGujaratમોરબી જીલ્લાની ૩ પાલિકા સહિત 47 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી

મોરબી જીલ્લાની ૩ પાલિકા સહિત 47 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની અલગ અલગ નગર પાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે આ બદલીમાં મોરબી જિલ્લાની મોરબી,વાંકાનેર,માળિયા, અને હળવદ નગરપાલિકા સહિત રાજ્યભરની અલગ અલગ 47 નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર તેમજ સુરત અને વડોદરાના પ્રાદેશિક કમિશ્નરની બદલી કરાઈ છે. આ બદલી ઓર્ડરમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની અમરેલી જીલ્લાની રાજુલા પાલિકામાં મુકવામાં આવ્યા છે તો મોરબી પાલિકામાં હળવદ પાલિકામાં ફરજ બજાવતા સંદીપસિંહ ઝાલાની બદલી કરી છે. હળવદ પાલિકામાં સંદીપસિંહની જગ્યાએ પાંચાભાઈ માળીને મુકવામાં આવ્યા છે ઉપરાંત માળિયા મિયાણામાં ફરજ બજાવતા હિરેન સોલંકીને બનાસકાંઠાના તલોદ પાલિકામાં જયારે વાંકાનેર નગરપાલિકામાં તેજલબેન મુંધવામો નિમણુક કરાઈ છે.

રાજ્યમાં 48 નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપરાંત સુરતના પ્રાદેશિક કમિશ્નર પારસ કુમાર મકવાણાને વડોદરા તેમજ વડોદરાના પ્રાદેશિક કમિશ્નર કેતન વાનાણીને સુરત મુકવામાં આવ્યા છે આ ઉપરાંત ગુજરાત લાઇવલી હુડ મિશનમાં ફરજ બજાવતા હરેશ બ્રહ્મભટ્ટની જી એમ એફ બી વિભાગના નાયબ નિયામક તરીકે મુકવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW