HomeGujaratમોરબી સહિત 4 જિલ્લામાં 12 બાઈક ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબી સહિત 4 જિલ્લામાં 12 બાઈક ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ ત્રાજપર ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગ કામગીરી કરી રહી હતી તે દરમિયાન નમ્બર પ્લેટ વિનાની બાઈક સાથે નીકળેલા એક શંકાસ્પદ શખ્સને અટકાવી તેની બાઇકની આરસી બુક તપાસ માટે માંગી હતી જોકે શખ્સે આર સી બુક ન હોવાનું જણાવતા અન્ય કાગળ માગ્યા હતા જોકે તેના જવાબ વિશ્વસનિય ન હોવાથી બાઈકના એન્જીન ચેસીસની વિગત પોકેટ કોપ એપ્લિકેશનમાં તપાસતા જીજે 36 એબી 0762 નમ્બરનું બાઈક સોહનસિંહ રામ સિંગ ચડાની હોવાનું સામે આવ્યું હતું.બાઈક ચોરીનું હોવાનું સામે આવતા પોલીસે હાજી અકબર માણેક રહે સો ઓરડી વાળાની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા આ બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસની વધુ તપાસ દરમિયાન હાજી અકબરે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ માંથી 3, બી ડિવિઝન પોલીસ મથકમાં 1,મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં 3,વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી 2,સુરેન્દ્રનગર જિલ્લામાં 1,ગાંધીધામ,રાજકોટમાંથી 1-1 બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આ ચોરાઉ બાઈકનું લોકેશન મેળવી તેનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW