મોરબી શહેરના રોહિદાસ વિસ્તારમાં આવેલ એક ભાડાના રહેણાંક મકાનની પાછળ ની બારી નો કાચ તોડી હાથ નાખી બાજુ માં રહેલ દરવાજા નો આકડીયો ખોલી મકાનમાં ઘુસ્યા હતા અને રુમ માં રાખેલ રૂ.1.26 લાખની કિંમતના 35 સ્કવેર એમ.એમ કોપર કેબલ 600 મીટર કેબલ ના 6 બંડલ,તેમજ 11 હજારની કિંમતના 16 સ્કવેર એમ.એમ કોપર કેબલ 100 મીટર કેબલ ના 1 બંડલ કોપર વાયર મળી કુલ રૂ.1,37,000 ની કીમતના મુદામાલ ચોરી કરી લઇ ગયા હતા.આ બનાવમાં મકાન ભાડે રાખનારમૂળ યુપીના ફેઝાબાદ જિલ્લાના સુરેશચંદ્ર શ્રીભવાનીપ્રસાદ મિશ્રાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને
હરેશભાઇ જગદીશભાઇ સારેસા, મુકેશભાઇ ઉર્ફે ખાટો હીરાભાઇ તેમજ રજાકભાઇ લતીફભાઇ કચ્છીને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓની ધરપકડ કરી ચોરાયેલ કેબલ કબજે કરવા તપાસ હાથ ધરી હતી.

