HomeGujaratમોરબીના શહેરી વિસ્તારમાં સસ્તા અનાજ દુકાન ગ્રામ્યમાથી વિભાજન કરવાના આદેશના એક મહિના...

મોરબીના શહેરી વિસ્તારમાં સસ્તા અનાજ દુકાન ગ્રામ્યમાથી વિભાજન કરવાના આદેશના એક મહિના બાદ પણ કાર્યવાહી નહી

મોરબીના શહેરી વિસ્તારના 37 સ૨કાર માન્ય વાજબી ભાવની દુકાનોને મોરબી ગ્રામ્યથી અલગ કરવા અંગેના વિભાજનનો હુકમ થઈ ગયો છે જેનો એક મહિના જેટલો સમય થયો હોવા છતા આજ દીન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.

મોરબી તાલુકા વિસ્તારમાં કુલ 102 સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો આવેલ છે. તેમાં શહેરી વિસ્તારમાં-37 અને ગ્રામ્ય વિસ્તારમાં 65 દુકાનો આવેલ છે. સરકાર દ્વારા શહેરી વિસ્તારને તા.21-12-2021ના રોજ ગામ્ય વિસ્તારથી અલગ કરેલ છે તેમાં નાયબ મામલદારની નીમણૂક થઈ ગઈ છે તેમ છતાં શહેરી વિસ્તારના 37 વાજબી ભાવની દુકાનને અલગથી આજ દીન સુધી વિભાજન કરેલ નથી.

આ બાબતે મોરબીના સામાજિક કાર્યકર મેહુલ જી ગાંભવાએ જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજુઆત કરી શહેરી વિસ્તારોની વાજબી ભાવની દુકાન(દીપુ)ને અલગથી વિભાજન કરવા માંગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW