મોરબી જિલ્લામાં કોરોના વધતા કેસ ધીમે ધીમે કાબુમાં આવી ચૂકી છે.જિલ્લામાં શુક્રવારે કુલ 1613 દર્દીના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાથી 138 નવા કેસ આવ્યા હતા. આ 138 કેસ તાલુકા મુજબ મોરબી શહેરમાં 68 ગ્રામ્યમાં 31 કેસ આવ્યા હતા અન્ય તાલુકાની વાત કરીએ તો શહેરમાં 5 ગ્રામ્યમાં 12 કેસ આવ્યા હતા.હળવદ તાલુકામાં 6 ,ટંકારા તાલુકામાં 6 કેસ સામે આવ્યા છે.માળીયા મિયાણામાં 10 કેસ સામે આવ્યા છે. બીજી તરફ 252 દર્દી સ્વસ્થ થયાં હતાં.252 દર્દીઓમાં મોરબીના 194,વાંકાનેરમાં 13,હળવદમાં 8,ટંકારામાં 28,તો માળિયાના 9 દર્દીઓ સ્વસ્થ થયા છે.મોરબી જિલ્લાના 4,76,113લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજદીન સુધીમાં કુલ 9841 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 8077 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.જ્યારે એકટિવ કેસનો આકમાં પણ ઘટાડો નોંધાયો છે અને શુક્રવારે એક્ટિવ કેસનો આક 1423 પર અટકી ગયો હતો.

