ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય તૈયારીઓ થઈ રહી છે. કોંગ્રેસના મોટા નેતા રઘુ શર્માએ જણાવ્યું હતું કે, અમે નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરવા માટે તૈયાર છીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ એક મોટા રાજકીય વાવડ સામે આવ્યા છે. રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે. નરેશ પટેલ એક મોટો સામાજિક ચહેરો છે. રધુ શર્માએ આ વાત કહી છે. આ માટે પ્રભારીએ એવું પણ કહ્યું છે કે, બંને તરફથી ચર્ચાઓ ચાલી રહી છે. યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.
કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ અંતિમ નિર્ણય લેશે. આ વાતની ખાતરી રઘુ શર્માએ કરી છે. નરેશ પટેલ રાજકારણમાં આવવાના છે એવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ અંગે એક નવો મુદ્દો સ્પષ્ટ કર્યો છે. આ પહેલા જગદીશ ઠાકોર પણ એને ઓફર કરી ચૂકયા છે. આ સિવાય રધુ શર્માએ કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ તથા અલ્પેશ કથિરીયાનું પણ કોંગ્રેસમાં સ્વાગત છે. નરેશ પટેલ માટે કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે. નરેશ પટેલે આ પહેલા પણ સ્પષ્ટતા કરી હતી કે, સમાજ કહેશે ત્યારે જ રાજકારણમાં જઈશ. વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા ગુજરાતના રાજકારણમાં તાપમાન વધી રહ્યું છે. ખાસ તો કોંગ્રેસની રાજનીતિ છે, એની જે રણનીતિ છે. એમાં હવે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ડૉ રઘુ શર્મા ગુરૂવારથી આઠ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રઘુ શર્માએ કહ્યું કે, નરેશ પટેલને લઈને બંને તરફથી વાતચીત હાલમાં ચાલું છે.

વાટાઘાટ ચાલી રહી છે. હાલ આવી વાત કોના થકી ચાલી રહી છે. એ વ્યક્તિનું નામ જાહેર થયું નથી. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ અલ્પેશ કથિરીયા સાથે એક ખાસ વાતચીત પણ કરી હતી. એટલે એવો ક્યાસ લગાવાઈ રહ્યો છે કે, અલ્પેશ કથિરીયા કોંગ્રેસમાં પગલાં માંડશે. સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, જ્યારે સમય આવશે ત્યારે આવા વ્યક્તિઓની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય નેતૃત્વ અંતિમ નિર્ણય લેશે એ પછી આખી રણનીતિ મૂકવામાં આવશે. રઘુ શર્માએ એવી પણ ચોખવટ કરી કે, જ્યારથી હું પ્રભારી બન્યો ત્યારથી મારે શંકરસિંહ સાથે ડાયરેક્ટ કોઈ વાતચીત ક્યારેય થઈ નથી. પણ અન્ય સામાજિક નેતાઓ સાથે વાતચીત ચાલું છે. એ નક્કી છે. શંકરસિંહ અંગેનો નિર્ણય તો કેન્દ્રીય નેતૃત્વમાંથી લેવાશે.
માત્રને માત્ર હાઈકમાન્ડ આ અંગે સ્પષ્ટતા કરશે. જગદીશ ઠાકોર અને શંકરસિંહ જ્યારે એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે જગદીશ ઠાકોરે શંકરસિંહના જોરશોરથી વખાણ કરાયા હતા. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે, આવનારા દિવસોમાં બાપુ ગુજરાતનું યોગ્ય માર્ગદર્શન કરશે. એના થકી એક નવી ગાથા લખાવવા જઈ રહી છે. આ મામલે ભરતસિંહ સોલંકીના ઘરે પણ ઘણી મિટિંગ થઈ ગઈ છે. દિલ્હીમાં પણ ઘણી બેઠક શંકરસિંહ બાપુને લઈને થઈ ચૂકી છે. જેમ ચૂંટણી નજીક આવશે. એમા તમામ મુદ્દાઓ સ્પષ્ટ થઈ જશે. પણ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. લલિત કગથરા અલ્પેશ કથિરીયાને મળ્યા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે, આંદોલનકારીએ મળે તો ભાજપને ચોક્કસથી હરાવી શકાય. અલ્પેશ કથિરીયા, શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરવા કોંગ્રેસે હાથ ખોલ્યા છે.


