રાજધાની દિલ્લીમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક 20 વર્ષની મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી ભીડ વચ્ચે મહિલાની છેડતી કરી હતી. તથા મહિલા સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હોવાનું અને ત્યારબાદ તેના વાળ કાપી નાંખ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે તથા તેણીનો મોં કાળુ કરીને ચપ્પલનો હાર પહેરાવીને શેરીઓમાં ફેરવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3
— Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022
આ અંગે મહિલાની નાની બહેને પોલીસને ફોન કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ મહિલાને બચાવી લીધી હતી. તેમજ હાલ તો મહિલાનું કાઉન્સેલીંગ કરાઈ રહ્યું છે. પોલીસે જણાવ્યું છે કે, મહિલાની ફરિયાદના આધારે ગેંગરેપ અને અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવાઈ છે. અને મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં ચારની ધરપકડ કરાઈ છે. જ્યારે અન્યોની શોધખોળ હાથ ધરાઈ રહી છે.
An unfortunate incident of sexual assualt on a woman due to personal enmity happened in Shahdara District today .
— Delhi Police (@DelhiPolice) January 26, 2022
Police has nabbed four accused and probe is on. All possible help and counselling is being provided to the victim. @CPDelhi @DCP_SHAHDARA #DelhiPoliceUpdates pic.twitter.com/Num74VqgVO
આ અંગે દિલ્લી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે લાલઆંખ કરી છે. તે પીડિતાને મળવા માટે પહોંચ્યાં હતાં અને તેની સાથે વાત કરી હતી. તેમજ તેણીએ આરોપીઓની ધરપકડ કરવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, જૂની અદાવતના કારણે મહિલા સાથે આ વર્તન કરવામાં આવ્યું હતું. પીડિત મહિલા પરિણીત છે. તેમજ તેને એક બાળક પણ હોવાનું સામે આવ્યું છે.

