કોરોનાના કેસ લગાતાર વધી રહ્યા છે ત્યારે લોકો સામજિક પ્રસંગમાં માર્યાદિત લોકોમાં હાજર રહે તે માટે સરકાર દ્વારા ગાઇદ્લાઇન જાહેર કરી છે તો બીજી તરફ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા લગ્નમાં બિનજરૂરી ખર્ચ અટકાવવા ઘડિયા લગ્ન કરવા અપીલ કરવામાં આવે છે ત્યારે લોકો આ પહેલને સ્વીકારે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ઉમા ટાઉનશીપ મુકામે પોતાના તરફથી ભોજન, મંડપ તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવી, બંને પક્ષના મળીને વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં અવસર ઉજવાય એવી વ્યવસ્થા કરી છે

વર્તમાન સમયની માંગ એટલે ઘડિયા લગ્ન અથવા મર્યાદિત સંખ્યામાં મર્યાદિત ખર્ચમાં લગ્ન સંપન્ન કરવા. આ માટે કાંતિભાઇ અમૃતિયાએ પહેલ કરી છે.ઉમા ટાઉનશીપ મુકામે પોતાના તરફથી ભોજન, મંડપ તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવી, બંને પક્ષના મળીને વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં અવસર ઉજવાય એવી વ્યવસ્થા કરી છે,વિવિધ જ્ઞાતિ સમુદાયના સંગઠનો સમૂહ લગ્ન સમિતિઓ તથા સેવાકીય કાર્યોના અગ્રેસર આગેવાનોને કાંતિભાઈ એ કરેલા આ આયોજનની જાણ થાય અને આવશ્યકતા ધરાવનાર લોકો આનો લાભ લે તે માટે આગળ આવવા આહ્વાન કર્યું છે.

