Friday, July 5, 2024
HomeGujaratતંત્રની બેદરકારી / પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા રાજમાર્ગો ઉપર વહી નદી

તંત્રની બેદરકારી / પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા રાજમાર્ગો ઉપર વહી નદી

રાજકોટમાં તંત્રની બેદરકારીના બનાવો સામે આવ્યાં છે. જેમાં પીવાના પાણીનું વહન કરી રહેલી પાઈપલાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તો બીજી તરફ નાનામૌવા નજીક આવેલા બેકબોન પાર્કમાં ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

શહેરના કેકેવી ચોકમાં બ્રિજના કામ દરમયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ થતા તે તુટી ગઈ હતી. જેના કારણે હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી જતા પાણીનો વેડફાટ થયો હતો.

લાઈનમાં ભંગાણ થવાના કારણે દુર્ઘટનાગ્રસ્ત પાઈપલાઈનમાંથી પાણીના ફુવારા છુટતા રસ્તા ઉપર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે નાનામૌવા નજીક આવેલા બેકબોન પાર્કમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળી જતા દુષિત પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,375FollowersFollow
2,000SubscribersSubscribe

TRENDING NOW