HomeNationalપ્રો કબડ્ડી લીગમાં કોરોનાના એન્ટ્રી, બે ટીમના ખેલાડીઓ સંક્રમિત થતા શેડ્યુલ્ડમાં મોટો...

પ્રો કબડ્ડી લીગમાં કોરોનાના એન્ટ્રી, બે ટીમના ખેલાડીઓ સંક્રમિત થતા શેડ્યુલ્ડમાં મોટો ફેરફાર

બેંગલુરૂમાં રમાઈ રહેલી પ્રો કબડ્ડીની લીગની 8મી સીઝનને મોટો ઝડકો લાગ્યો છએ. લીગના બાયો-બબલમાં રહેલા બે ટીમના કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. પ્રો કબડ્ડી લીગમાં બંને ટીમોના કેટલાક સદસ્ય કોરોના પોઝિટીવ થવાના કારણે મેચોના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. પીકેએલના આયોજકોએ સોમવારે રાત્રે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, સંક્રમિત ખેલાડીઓને અલગ કરી દેવાયા છે.

તેની સાથે જ 25થી 30 જાન્યુઆરી વચ્ચે થનારા મેચોના કાર્યક્રમમાં પણ ફેરફાર કરાયો છે. આયોજક મશાલ સ્પોર્ટ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે, લીગ ચરણના પહેલાના હાફના સફળ આયોજન બાદ પીકકેએલની 12 ટીમોમાંથી બે ટીમના કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટીવ આવ્યાં છે. જેના કારણે 12 ખેલાડીઓની ટીમને ઉતારી શકાય તેમ નથી.

તો તેણે આગળ જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં મેચોમાં નિરંતરતા જાળવી રાખવા માટે મશાલ સ્પોર્ટ્સ અને પીકેએલે ટીમોના કેટલાક મેચોના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. અમે સ્થિતિની સમિક્ષા કરતા રહીશું. આયોજકોએ પ્રભાવિત ટીમોનું નામ જણાવ્યું નથી અને ખેલાડીઓની સંખ્યા પણ જણાવી નથી.

પ્રો કબડ્ડી લીગ પોઉન્ટ્સ ટેબલ ઉપર બેંગલુરૂ બુલ્સ 14 મેતોમાં 8 જીતની સાથે 46 અંકોની સાથે નંબર 1 ઉપર છે. જ્યારે દબંગ દિલ્લી 13 મેચોમાં 7 જીતની સાથે 43 પોઉન્ટ મેળવી નંબર 2 ઉપર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 25મીએ હરિયાણા સ્ટીલર્સ અને તેલુગુ ટાઈટન્સ, 26મીએ યુ મુમ્બા અને બેંગલુરૂ બુલ્સ સામે મેચ રમાશે.

તો 27મીએ યુરી યોદ્ધા અને પુણેરી પલટન, 28મીએ પટના પાઈરેટ્સ અને તમિલ થલાઈવાઝ, 29મીએ દબંગ દિલ્લી અને ગુજરાત જાયન્ટસ તથા તેલુગુ ટાઈટન્સ અને બંગાલ વોરિયર્સ અને 30મીએ જયપુર પિંક પેન્થર્સ અને પટના પાઈરેટ્સ તથા બેંગલુરૂ બુલ્સ અને તમિલ થલાઈવાઝ સામે મેચ રમાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW