HomeGujaratભારતની હાર પર ફેન્સ બોલ્યા, કોહલીએ કોઈ કેપ્ટન તૈયાર જ ન કર્યો

ભારતની હાર પર ફેન્સ બોલ્યા, કોહલીએ કોઈ કેપ્ટન તૈયાર જ ન કર્યો

ભારતનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ રવિવારે તા.23 જાન્યુઆરીએ છેલ્લી ODI મેચમાં 4 રને હાર સાથે સમાપ્ત થયો. ટીમ ઈન્ડિયા આ શ્રેણી 0-3થી હારી ગઈ છે. ભારતના ODI કેપ્ટન તરીકે KL રાહુલની શરૂઆત સારી રહી ન હતી. જેના કારણે ફેન્સ એની ટીકા કરી રહ્યા છે. તે પ્રથમ 3 ODI હારનાર પ્રથમ ભારતીય ODI કેપ્ટન બન્યો હતો.ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ભારતીય ટીમને વનડેમાંથી આશાઓ હતી. પરંતુ પ્રથમ બે મેચ હાર્યા બાદ પણ છેલ્લી મેચમાં જીતની થોડી આશા હતી, પરંતુ જીતનું સપનું સપનું જ રહી ગયું.

ભારતીય ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે ભારત સામે કુલ 287 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટીમ ઈન્ડિયાએ સારો પ્રયાસ કર્યો અને જીતવા માટે છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી, જોકે ભારતની માત્ર 1 વિકેટ બાકી હતી. આ વિકેટ પણ પડી અને ભારત દક્ષિણ આફ્રિકાથી ખાલી હાથે પરત ફર્યું. આ હારને કારણે ચાહકોમાં ઘણી નિરાશા જોવા મળી હતી, આ હાર પર ભારતીય ચાહકોની જોરદાર પ્રતિક્રિયા આપી છે.

ફેન્સે આવા પ્રશ્નો કર્યા છે
ભારતની હાર બાદ એક ક્રિકેટ પ્રશંસકે કહ્યું કે આ વનડે સિરીઝમાં કેટલીક બાબતો ગળે ઊતરતી નથી. જ્યારે રોહિત અને શિખરના આવ્યા બાદ રાહુલને મિડલ ઓર્ડરમાં રમવાનું છે તો રાહુલે ઓપનિંગમાં ઋતુરાજ ગાયકવાડને શા માટે તક ન આપી.

વેંકટેશ અય્યરને ઓલરાઉન્ડર તરીકે બે મેચ મળી, જેમાં તેણે એક પણ બોલિંગ કરી ન હતી. કેએલ રાહુલની કેપ્ટનશીપથી નારાજ એક પ્રશંસકે વિરાટ પર સવાલ ઉઠાવતા લખ્યું- ધોનીએ કોહલીને ટીમને આગળ લઈ જવા માટે તૈયાર કર્યો, પરંતુ કોહલીએ કોને તૈયાર કર્યો?કોઈને નહીં એટલે આ પર્ફોમન્સ નિરાશાજનક રહ્યું.

ટીમમાં ઋતુરાજ ગાયકવાડની પસંદગી ન કરવા પર સવાલ ઉઠાવતા એક ચાહકે લખ્યું, ત્રીજી વન-ડેમાં ઋતુરાજ ગાયકવાડને તક ન આપવી એ યોગ્ય નથી, કારણ કે વિજય હજારેમાં પોતાનું દમદાર પ્રદર્શન કર્યા પછી પણ તેને ડોમેસ્ટિક મેચ શ્રેણીમાં તક મળવાની અપેક્ષા હતી.

ભારતની હારથી નિરાશ થયેલા એક દર્શકે ધોની, રૈના અને યુવરાજને મિડલ ઓર્ડરમાં મિસ કરતા હોવાનું લખ્યું છે. તેણે લખ્યું કે, જાને કહાં ગયે વો દિન?

રાહુલની કેપ્ટનશીપની રાહુલ ગાંધી સાથે સરખામણી કરી છે. એક ચાહકે કેએલ રાહુલની કેપ્ટનશીપની તુલના રાહુલ ગાંધીના રાજકારણ સાથે કરી. લખ્યું કે, “કેએલ રાહુલનું આ શ્રેણીમાં પ્રદર્શન રાજકારણમાં રાહુલ ગાંધી જેટલું સારું હતું”

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW