HomeNationalબેશરમીની હદ પાર,ઓલમ્પિક ખેલાડીઓના ટેસ્ટ માટે આમ કર્યું પરીક્ષણ

બેશરમીની હદ પાર,ઓલમ્પિક ખેલાડીઓના ટેસ્ટ માટે આમ કર્યું પરીક્ષણ

માત્ર ભારતમાં જ નહીં દુનિયાના બીજ ઘણા દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ચીનને કોરોના વાયરસ માટે જવાબદાર માનવામાં આવે છે. આ મહામારીની શરૂઆત થઈ ત્યારથી જ ચીન પર ઠીકરૂ ફોડાઈ રહ્યું છે. પણ ચીન આ વાત માનવા માટે તૈયાર નથી. છેલ્લા બે વર્ષમાં કોરોના વાયરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. વેક્સીનેશન થઈ રહ્યું છે તેમ છતાં કેસ વધી રહ્યા છે. જે લોકોએ વેક્સીન લીધી હોય એ પણ સંક્રમણનો શિકાર થઈ રહ્યા છે.

ડેલ્ટા વેરિયંટ બાદ હવે ઓમીક્રોન લોકોને હચમચાવી રહ્યો છે. ચીનમાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ માહોલ વચ્ચે ચીનમાં વિન્ટર ઓલમ્પિક શરૂ થઈ રહી છે. જેને લઈને એક શરમજનક વાવડ સામે આવ્યા છે. બેઈજિંગ વિન્ટર ઓલમ્પિક પહેલા ચીન કોરોના ટેસ્ટ કરવા માટે ખેલાડીઓના પ્રાયવેટ પાર્ટમાંથી સેમ્પલ લઈ રહ્યું છે. ગત વર્ષે પણ ચીનમાં ઓલમ્પિકમાં ભાગ લેવા માટે આવેલા ખેલાડીને આ વિવાદીત ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. આ મુદ્દો ખરેખર વિવાદીત છે. પણ ચીનના જણાવ્યા અનુસાર કોરોના ડિટેક્ટ કરવા માટે આ એક સુરક્ષિત અને યોગ્ય રીત છે. કોરોનાનો એનલ ટેસ્ટ વિવાદીત થયો છે. જે ચીનમાં કરવામાં આવે છે. જેમાં સંક્રમીત વ્યક્તિના પ્રાયવેટ પાર્ટમાં 5 સેમી અંદર સુધી ટેસ્ટિંગ કિટ નાંખવામાં આવે છે. એ પછી એને અંદર ફેરવવામાં આવે છે. તપાસ પહેલાલ સ્વેબ કિટ તોડી દેવામાં આવે છે. આ પહેલા પણ ચીનમાંથી આ રીતે થતા ટેસ્ટના વાવડ મળ્યા હતા. એ પછી વિવાદ વકર્યો હતો. પછી થોડા સમય માટે આ પ્રકારે ટેસ્ટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે ઓલમ્પિક ટુર્નામેન્ટ નજીક આવી રહી છે ત્યારે ફરી આ વિવાદ થઈ રહ્યો છે. ટેસ્ટ પણ થઈ રહ્યા છે. તા.4 ફેબ્રુઆરીથી ચીનમાં વિન્ટર ઓલમ્પિક શરૂ થશે. એક બાજુ કેસ વધી રહ્યા છે એવામાં ચીન ટુર્નામેન્ટ કરે છે. ચીન પોતાની સુરક્ષા માટે આવું કરી રહ્યો છે. દુનિયામાં પોતાનો ડંકો વગાડવા માટે ચીન આ તૈયારીઓ કરી રહ્યો છે.

China escalates fight against new Covid outbreak and US blame game |  Financial Times

ચીનમાં ખેલાડીઓને સુરક્ષિત કરવા માટે સમગ્ર બેઈજિંગમાં લોકડાઉન કરી દેવાયું છે. લોકોને રાશન લેવા માટે પણ બહાર જવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં ચીન તરફથી આવા ટેસ્ટ થતા મામલો વિવાદમાં છે. જોકે, એક બાજુ વધી રહેલા કેસને ધ્યાને લઈને અનેક દેશ નિયંત્રણ મૂકી રહ્યા છે. ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી રહી છે. એવામાં ચીન આ પ્રકારના તાયફા કરી રહ્યું છે. જે નિશ્ચિત પણે કેસ વધારશે એવું માનય રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW