HomeGujaratમોરબીમા વધુ એક ઘડિયા લગ્નનું આયોજન,પૂર્વ ધારાસભ્યએ નવ દંપતિને આપ્યા આશીર્વાદ

મોરબીમા વધુ એક ઘડિયા લગ્નનું આયોજન,પૂર્વ ધારાસભ્યએ નવ દંપતિને આપ્યા આશીર્વાદ

મોરબી જિલ્લામાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા લગ્નમાં દેખા દેખીના કારણે થતા લગ્નના લખલુંટ ખર્ચ પર બ્રેક મારવા અને આ રૂપિયા યોગ્ય સ્થળે ઉપયોગ થાય તે માટે ઘડિયા લગ્નનું આયોજન કરવાની પહેલ કરી હતી છેલ્લા કેટલાક વર્ષોમાં મોરબી જિલ્લામાં મોટી સંખ્યામાં યુગલો ઘડિયા લગ્નમાં જોડાયા હતારબી ઉમા ટાઉનશીપ ખાતે પડસુંબિયા પરિવારના દીકરા અને ચનીયારા પરિવારની દીકરીના ઘડીયા લગ્ન નું આયોજન કરવા માં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ હાજર રહી ઘડીયા લગ્ન કરાવ્યા હતા.મોરબી સામાંકાઠે આવેલ કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને બન્ને પક્ષે નક્કી કરી ઘડીયા લગ્નનું આયોજન કરેલ હતું.દિનેશભાઇ ડુંગરભાઈ પડસુંબિયાના પુત્ર જીતેન્દ્ર અને સ્વ. ગોપાલભાઈ મનજીભાઈ ચનિયારાના પુત્રી પૂનમના બને પક્ષ ની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયા ની હાજરીમાં ઘડીયા લગ્ન લેવાયા હતા આજના આ યુગમાં લોકો ખોટા ખર્ચા બચે અને સાદાઈથી લગ્ન કરે તેવી સમાજ ને રાહ ચીંધી હતી તેમજ નવ દંપતીને ઘડિયાળ આપી બન્ને પક્ષોનો અભિવાદન કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW