HomeGujaratમોરબીની 600 સરકારી શાળામાં રાષ્ટ્ર પુરુષ પુસ્તકનું વિતરણ કરાયું

મોરબીની 600 સરકારી શાળામાં રાષ્ટ્ર પુરુષ પુસ્તકનું વિતરણ કરાયું

મોરબીની 600 જેટલી સરકારી શાળામાં જિલ્લા શિક્ષક સંઘના સહયોગથી મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા બંધારણ નિર્માતા,અસ્પૃશ્યતા સામે લડનાર કે સામાજિક યોદ્ધા, અર્થશાસ્ત્રી કે મહિલા સશક્તિકરણ માટે ઝઝૂમનાર રાષ્ટ્રનેતા ડો બી આર આંબેડકરના જીવન શિક્ષણ અને અલગ અલગ આયામો રજુ કરતું પુસ્તક રાષ્ટ્ર પુરુષનું વિતરણ કરવામાં આવ્યું હતું . ડો.આંબેડકરનું વ્યક્તિત્વ વિરાટ અને ઉતંગ હતું.નેશન ફર્સ્ટ એમના દરેક કાર્ય અને વિચારના કેન્દ્રમાં રહ્યું હતું. તેમણે હંમેશા રાષ્ટ્રની ચિંતા કરી. તેમણે એક નવો જ ચિંતન રજૂ કર્યું કે રાષ્ટ્ર અને શક્તિશાળી બનાવવુ હશે તો પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતા, સમતા અને બંધૂતવના વ્યહવારનો અનુભવ થવો જોઈએ. બાબાસાહેબે ધાર્મિક સામાજિક, રાજકીય,આર્થિક જેવા વિષયો પર વિપુલ પ્રમાણમાં લખ્યું છે.અને ભાષણોનો કર્યા છે આ બધામાં એમનો રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પ્રતિબિંબિત થતો જોઈ શકાય છે. એનો આપણે સૂક્ષ્મતાથી અભ્યાસ કરીએ તો એમાં મહાન રાષ્ટ્ર પુરુષના દર્શન થાય છે.રાષ્ટ્રનિર્માણમાં બાબાસાહેબનું યોગદાન ઐતિહાસીક છે.


રાષ્ટ્રનિર્માણ સામાન્ય કામ નથી.રાષ્ટ્રનિર્માતાએ પોતાના રાસ્ટ્રનો ઈતિહાસ,ધર્મ પરંપરા, સમાજ વ્યવસ્થા,રાજકીય ઇતિહાસ લોક પરંપરા, સાંસ્કૃતિક, અને લોકમાનસ વગેરે વિષયોનું સૂક્ષ્મ જ્ઞાન હોય એ જરૂરી છે.યશસ્વી મહાન રાજનેતાઓ પોતાની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યની પેઢી કાળાંતરે એનું સ્મરણ કરે છે. રાષ્ટ્રનેતાનું સ્મરણ ભવિષ્યની પેઢી એ કરવું પડે છે કારણ કે તેમનું કાર્ય અને વિચાર આવનારી દરેક પેઢીને સ્પર્શ કરનારો હોય છે.

રાષ્ટ્ર નિર્માણ કરનાર નેતાઓ માટલા સાત ગુણો હોય એ જરૂરી છે ૧ .રાષ્ટ્ર બાબતે સ્પષ્ટ દ્રષ્ટિકોણ ૨.રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરવી. ૩.સામાજિક તેમજ રાષ્ટ્રનિર્માણનો ગહન અભ્યાસ-જ્ઞાન ૪.શ્રેષ્ઠસ્તરનું ચરિત્ર ૫.લોક સંગઠન કરવાની અદભૂત ક્ષમતા ૬.રાષ્ટ્રનિર્માણ તરફ દોરી જાય એવો રોડમેપ ૭.નેતૃત્વ કરવાની અસાધારણ ક્ષમતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવા જ મહાપુરુષ હતા. તેમના જીવનમાં આ બધા ગુણો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ભારત અને રાષ્ટ્રીય પ્રશ્નો તરફ જોવાનો દ્રષ્ટિકોણ અહીં આપેલા ત્રણ વિધાનોથી સમજાઈ જશે તેમના જીવનનો ઉદ્દેશ્ય શું હતો? અસ્પૃશ્ય સમાજના ઉત્થાનનું કાર્ય એ સૌથી મહાન રાષ્ટ્ર કાર્ય – દેશસેવા છે, તેમના ઉત્થાન માટે પુરુષાર્થ કરવો એટલે ભારતીય રાષ્ટ્ર તથા વિશ્વની સેવા કરવા સમાન છે જો તમે આપણા રાષ્ટ્રની ઉન્નતિ ઇચ્છતા હોય અને દુનિયાના મુખ્ય રાષ્ટ્રોમાં આપણને પણ માન મળવું જોઈએ. આ માટે પ્રયત્નો થવા જોઇએ તેમજ કોઈપણ રાષ્ટ્રમાં, સમાજમાં એકતા હોવી જોઈએ. હું કોઇપણ પ્રકારના ભેદભાવ માનતો નથી હું પહેલા ભારતીય છું અને અંતે પણ ભારતીય છું આવી વૃત્તિ જ ભારતની આઝાદી માટે પોષક છે. 1920માં તેમણે રાષ્ટ્રના વિકાસની ચિંતા કરતા મુકનાયક સામયિક માં લખ્યું હતું કે આપણા વિશાળ રાષ્ટ્રને જુઓ તેની શું સ્થિતિ છે? અને નાનકડા જાપાની સ્થિતિ શું હતી? અને આજે એ જાપાની પ્રગતિ કરી દુનિયાના મુખ્ય રાષ્ટ્રમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે હિન્દુસ્તાનમાં આજે કુત્રિમ જાતિભેદ છે.તે ત્યાં પણ અસ્તિત્વમાં હતો પરંતુ સામુરાઈ જાતિના વરિષ્ટ વ્યક્તિઓએ પોતાના જાતિગત અહંકાર છોડી પોતાના અજ્ઞાની અને દુઃખી બંધુઓને જ્ઞાની અને સુખી બનાવ્યા તેમનામાં પ્રેમ સંપાદનથી તેમનામાં પોતીકાપણાની નવી રાષ્ટ્ર ભાવના ઉત્પન્ન કરી આ પુસ્તકમાં ડૉ બાબાસાહેબ આંબેડકરના મહાન જીવનને ખૂબ જ ટૂંકમાં લોકો વચ્ચે લાવવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW