વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર દ્વારા ધડાધડ રોડ-રસ્તા અને અન્ય વિકાસ કામને મંજુરી આપવામાં આવી છે. તાજેતરમાં મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા વિસ્તારમાં આવતા વાંકાનેરના જડેશ્વર અને ટંકારાના લજાઈને જોડતા 10.20 કિમીના રોડને પહોળા કરવા રૂ 10 કરોડ, જામનગર મોરબી જિલ્લાને જોડતા 10.80 કિમીના ધ્રોલ લતીપર ટંકારા રોડનાં રિસરફેસ કરવા રૂ.11.50 કરોડ,મોરબી પંચાસર મોટી વાવડીને જોડતા રૂ 6.24 રોડના રિસરફેસ માટે 2.20 કરોડ તેમજ મીતાણા પડધરીને જોડતા 6 કિમીના રોડ રિસરફેસ માટે ૪ કરોડ આમ કુલ 4 અલગ અલગ વિસ્તારમાં કુલ 33.24 કિમીના 27.70 કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનો તાજેતરમાં રાજ્ય મંત્રી પુર્ણેશ મોદી દ્વારા ધારસભ્ય લલિત કગથરાને મંજુરી પત્ર આપવામાં આવ્યો હતો

જેમાં તેમની રજૂઆતને આધારે રોડની મંજુરી આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.જેથી કોંગ્રેસ ધારાસભ્યે પોતાની રજૂઆતના આધારે રોડ મંજુર થયાનો દાવો કર્યો હતો તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદે ભાજપે પણ આ રોડ મંજુર થવા અને રોડનું કામ ઝડપથી ચાલુ કરવા સુચના આપવા આવી હોવાનું જણાવી રસ્તો મંજુર કરાવવા ભાજપે પણ દાવો કરી જશ ખાટવાનો પ્રયાસ કર્યો હતો

ભાજપ કોંગ્રેસના દાવા વચ્ચે સ્થાનિકોને આ રોડ કયારે નસીબ થશે અને વાહન ચાલકોને ઉબડખાબડ રસ્તામાંથી મુક્તિ મળશે તે પણ સવાલ છે


