HomeGujaratUS-કેનેડા બોર્ડર પર કાતિલ ઠંડીમાં થીજી જતા 4 ભારતીયોના મોત,ગુજરાતી હોવાની આશંકા

US-કેનેડા બોર્ડર પર કાતિલ ઠંડીમાં થીજી જતા 4 ભારતીયોના મોત,ગુજરાતી હોવાની આશંકા

કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે અનેક લોકોને મુશ્કેલઓ સામનો કરી રહ્યા છે. આ દરમિયાન કેનેડા-યુએસ સીમા પર ચાર ભારતીયનાં એમાં ખાસ ગુજરાતીઓના ઠંડીને કારણે મોત થયાં વાવડ મળી રહ્યા છે. દેશના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લઈને એક ટ્વીટ પણ કરી છે. પ્રાથમિક રિપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યનાં ઠંડીને કારણે મોત થયાં છે. જેમાં મૃતકોમાં પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. એ ઉપરાંત આ મૃતકો ગુજરાતના મૂળ ઉત્તર ગુજરાતનાં પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક રીપોર્ટમાંથી જાણવા મળે છે. ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા છે.

અમેરિકા-કેનેડાની બોર્ડર પર હૈયુ કંપાવનારી ઘટનામાં ચાર ભારતીય નાગરિકનાં મોત થયાં છે. ઠંડીના કારણે આ ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે એવું જાણવા મળ્યું છે. મૃતકોમાં એક બાળક પણ છે. આ કેસ માનવ તસ્કરી સાથે જોડાયેલો હોવાનું હાલ તો મનાય રહ્યું છે. ગુરુવારે મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ જણાવ્યું હતું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યા હતા, જેમાં બે શબ વયસ્કોના,એક કિશોર અને એક બાળકના છે. જ્યારે મૃતદેહ અંગે તપાસ થઈ ત્યારે ત્યાં માઇનસ 35 ડીગ્રી તાપમાન હતું.

સ્થાનિક મીડિયાને અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતથી તેઓ આવ્યા હતા. કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા. આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. પ્રારંભિક તપાસમાં લાગે છે કે ઠંડીમાં ઠૂંઠવાઈ જવાને કારણે તમામના મોત થયાં છે. આરસીએમપીનું માનવું છે કે ચારે મૃતક એ ગ્રુપનો સભ્યો હતા જેમણે બોર્ડરની નજીક અમેરિકન ક્ષેત્રથી પકડવામાં આવ્યા છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખૂબ જ પ્રારંભિક તબક્કે તપાસના અંતે એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ મૃતદેહ મળ્યા પહેલાં એ જ દિવસે એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર પાર કરી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW