ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતું હોય પણ હવે દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના એક ગામમાં દારૂ પીવાની છૂટ મળી રહેશે. પ્રવાસ સ્થળ તરીકે જાણીતા આ ચાર ગામમાં દારૂબંધીનો કાયદો લાગું નહી પડે. એટલે કે આ વિસ્તારમાં દારૂ પી શકાશે. ગુજરાત રાજ્યના દક્ષિણ પંથક ગણાતા દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશથી નજીક આવેલા ચાર ગામ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા દીવ પ્રદેશથી નજીક આવેલા ગામ યુનિયન ટેરેટરીમાં જોડી દેવાશે.
એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ ગણાતા વિસ્તારનો વ્યાપ વધી જશે. તેથી અહીં દારૂબંધીનો કાયદો લાગુ નહીં પડે. એટલે આ વિસ્તારમાં સરળતાથી ડ્રિંક કરી શકાશે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામ જે ટૂંક સમયમાં પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બને એવી પૂરી શક્યતા છે. મેઘવાલ, નગર, રાયમલ તથા મધુબનનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા ઘોઘલા ગામનો એક ભાગ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશને સોંપી દેવાશે. એટલે કુલ પાંચ ગામ એવા બનશે જ્યાં ડ્રિંક કરવાની છૂટ મળી રહેશે. કેન્દ્રના ગૃહમંત્રાલયે આ અંગે એક નિર્ણય કર્યો છે. નવા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેરાત થતા ટુરિઝમને વધુ વેગ મળી રહેશે. કપરાડા તાલુકાનું ગામ સંપૂર્ણ રીતે કેન્દ્રશાસિત પ્રદેશથી નજીક છે. જ્યારે ત્રણ ગામ મધુબન જળાશય અને દાદરા નગર હવેલી વિસ્તારને વચ્ચે છે.

ગામના કેટલાક પ્રદેશ ચોમાસા વખતે પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ ગામને ગુજરાતમાંથી મુક્ત કરીને કેન્દ્ર શાસિત પ્રદેશનો સોંપવા માટે વર્ષો જૂની માગ રહી હતી. હવે આ માગ સાકાર થતી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં દીવને અડીને આવેલા ઘોઘલા ગામને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવી લેવામાં આવી શકે છે. કુલ પાંચ ગામમાં દારૂબંધીના કાયદામાંથી મુક્તિ મળી શકે છે. જેમાં મેઘવાલ, નગર, રાયમલ, મધુબન અને ઘોઘલા ગામનો સમાવેશ થાય છે. જોકે, આ અંગે કેન્દ્ર સરકારનો નિર્ણય આવવાનો બાકી છે. બીજી તરફ બીચ ડેવલપમેન્ટ કરીને ગુજરાતના દરિયાકિનારાને વિકસીત કરવાની સરકારની યોજના છે. નિર્ણય જાહેર થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશના એડમીન શું વ્યવસ્થા જાહેર કરે છે એના પર આ પાંચ ગામના લોકોની નજર છે.

