ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે અમદાવાદ પોલીસ પણ હાઈટેક બની રહી છે. પોલીસ તરફથી એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેમાં તમામ પોલીસ કર્મચારી તથા અધિકારીને આપવામાં આવી છે. પોલીસને આ ટેકનોલોજીથી કોઈ પણ ગુનાનું પગેરૂ મેળવવું સરળ બની જશે. પોલીસ તરફથી તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશન તર્કાશ એપ્લિકેશન ઉપયોગી સાબિત થઈ શકે છે. પોલીલ જેટલા પણ વાહન ચેક કરશે એની દરેક વિગત ઉચ્ચ પોલીસ અધિકારીને એક જ ક્લિક પર મળી રહેશે.

પોલીસ જ્યારે પણ વાહન ચેક કરશે ત્યારે વાહન નંબર, ચાલકનો મોબાઈલ નંબર, નામ અનો ફોટો એમાં અપલોડ કરવાના રહેશે. જો વાહન ચોરીનું હશે તો તરત જ પોલીસને એક એલર્ટ મળી રહેશે. પોલીસને લગતને તમામ સમસ્યાઓની ફરિયાદ પણ આ એપ્લિકેશન થકી કરીને સાત દિવસમાં એનો નિકાલ કરી દેવાશે. અહીં એપ્લિકેશનમાં આરોપીની આખી ક્રાઈમ કુંડળી સેવ થશે. જેથી પોલીસ કર્મચારી એના વિસ્તારમાં રીઢા ગુનેગારની સરળતાથી વિગત મેળવી કશે. આ સિવાય પોલીસ ક્વાર્ટરની વિગત જોઈ શકાશે. આ સિવાય પોલીસ બંદોબસ્ત, બદલી જેવો ડેટા પણ મળી જશે. શહેરમાં લગાવાયેલા ચાર રસ્તા પરના સીસીટીવી સાથે એપ ક્નેક્ટ કરી દેવાશે. કોઈ પણ ફરાર ગુનેગાર કેમમાં દેખાશે તો તરત પોલીસ એને પકડવા દોડશે તથા ધરપકડ કરાશે. કોરોના વાયરસના કાળમાં ઘણા પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ થયા છે. એના હેલ્થ અંગેની તમામ માહિતી એક જ એપ્લિકેશનથી મળી રહેશે.

ટૂંકમાં એક એપ્લિકેશનની મદદથી ગુનાખોરીને ઓછી કરવા અને ક્રાઈમને ડામવા માટે એક મોટી મદદ મળી રહેશે. વાહન ચેકિંગ વખતે પકડાયું હશે તો પણ એનો સંપૂર્ણ ડેટા પોલીસ પાસે રહેશે. એટલે હવે અમદાવાદમાં કોઈ વ્યક્તિ નિયમ તોડતા પહેલા હવે દસ વખત વિચાર કરશે. જ્યારે ગુનો આચર્યા બાદ સરળતાથી આરોપીને ટ્રેક કરી શકાશે. જોકે, આ પહેલા પણ અમદાવાદમાં સાયબર સેલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટેકનોલોજી સંબંધી ગુનાને ડામવા માટે પ્રયાસ કરવામાં આવે છે. ખાસ કરીને ઓનલાઈન ફ્રોડ અને ઈન્ટરનેટ પર ખોટી રીતે થતી પજવણીના કેસ ઉકેલવા માટે સાયબર સેલ સક્રિય છે. આ સિવાય અમદાવાદ પોલીસ ટ્રાફિકને લઈને સ્પીડ મેઝર ગન અને ઓનલાઈન ચલણ ભરવા માટે પણ એક ટેકનોલોજી વિકસાવી ચૂકી છે. હવે ગુનાઓને ડામવા માટે વધુ સરળતા મળી રહેશે.

