HomeGujaratમોરબી જીલ્લામાં વધુ 251 દર્દી કોરોના પોઝીટીવ એક્ટીવ કેસ 1386નો આંક વટાવી

મોરબી જીલ્લામાં વધુ 251 દર્દી કોરોના પોઝીટીવ એક્ટીવ કેસ 1386નો આંક વટાવી

મોરબી જિલ્લામાં દિવસે દિવસે કોરોના મહામારી ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે. દિન પ્રતિદિન જિલ્લામાં નવા કેસ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં શુક્વારે કુલ 251 કેસ નવા આવ્યા છે. આ 251 માં માત્ર મોરબી શહેરમાં 104 , ગ્રામ્યમાં 83 કેસ આવ્યા હતા વાંકાનેર શહેરમાં 7 ગ્રામ્ય 5 કેસ,હળવદ શહેરમાં 12 ગ્રામ્યમાં 7 કેસ,ટંકારામાં 26 કેસ,માળિયામાં 7 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં શુક્વારના રોજ એક્ટિવ કેસનો આકડો 1386 પર પહોંચી ચુક્યો છે.જોકે રાહતની વાત એ છે કે જિલ્લામાં 38 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી શહેરમાં24 ,વાંકાનેરમાં 05 ટંકારા 01 હળવદમાં 06 અને માળીયામાં 2 દર્દી સ્વસ્થ થયા હતા. મોરબી જિલ્લામાં કોરોનાની આજ દિન સુધીની સ્થિતી જોઈએ તો 4,65,983 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાથી 8416 દર્દી પોઝિટિવ આવ્યા હતા જેમાથી 6689 દર્દી સ્વસ્થ થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW