ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા ગોવામાંથી ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. ગોવાના ભાજપના ધારાસભ્ય એ રાજીનામું આપી દેતા રાજકીય હડકંપ મચી ગયો છે. ભાજપના ધારાસભ્ય વિરેલ ડી’સાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા પણ ભાજપમાંથી કેટલાક ધારાસભ્યો રાજીનામું આપીને પક્ષ છોડીને જતા રહ્યા છે. માઈકલ લોબોએ પણ પક્ષ છોડતી વખતે કાર્યકર્તાઓના બે ધ્યાનપણાને લઈને આરોપ મૂક્યો હતો.

વિલરેડે સ્પીકર કાર્યાલયમાં જઈને પોતાનું રાજીનામું આપી દીધુ છે. એ પછી તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, મે એક ધારાસભ્ય તરીકે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. હું નુવેમ વિધાનસભા વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. એની આ વાત પરથી એક વાતનો નક્કી થાય છે કે, વિલરેડને હવે ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો છે. હવે તે કોઈ પક્ષ સાથે જોડાવવાના નથી. વર્ષ 2017માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા વિલરેડ 10 કોંગ્રેસના ધારાસભ્ય સાથે અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ 2019માં ભાજપમાં જોડાઈ ગયા હતા. આશરે 2 વર્ષ બાદ તેમણે હવે પાર્ટીને અલવિદા કહી દીધું છે. જોકે, આ સાથે એક વાત એ પણ સામે આવી છે કે, એના કોઈ સાથી એ રાજીનામું આપ્યું છે કે નહીં એ સ્પષ્ટ નથી. ન તો કોઈએ એની સાથે રાજીનામું દેવાની વાત કરી છે. પણ એવું પણ કહેવાય રહ્યું છે કે, એમના સમર્થકો પણ ભાજપમાંથી વિદાય લઈ શકે છે. જેના કારણે ભાજપને ગોવામાં નુકસાન થવાનું છે એ નક્કી મનાય રહ્યું છે. ગત વર્ષે ડીસેમ્બર મહિનામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલીના સલ્દાન્હાએ પાર્ટી તથા ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું.

સાથે જ માઈકલ લોબોએ પણ તાજેતરમાં રાજીનામું આપી દીધું છે. હવે માઈકલ લોબો કોંગ્રેસ સાથે જોડાઈને ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે. કોંગ્રેસની યાદીમાં પણ એમનું નામ આવી ચૂક્યું છે. જોકે, વિલરેડના આ પગલાંથી ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે એ નક્કી છે. આ પહેલા ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પાટનેકર પણ ચૂંટણી ન લડવાનું એલાન કરી ચૂક્યા છે. જોકે, વિલરેડના આ નિર્ણયથી ગોવાનું રાજકારણ એકાએક ગરમાયું છે. ચૂંટણી ન લડવાના સ્પીકરના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના પ્રમુખ દીપક ધવલીકરે જણાવ્યું હતું કે ભાજપના વર્તમાન ધારાસભ્યએ ગ્રાઉન્ડ લેવલ પર શાસક ભાજપ સામે અસંતોષ અનુભવ્યો છે.

