RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આગામી બજેટને લઇને પોતાના મહત્વના મંતવ્ય રજૂ કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતને બજેટની પરંપરાગત પોલિસીને છોડીને માત્ર મેન્યુફેક્ચરિંગ કે એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રો વિશે જ વિચારવાનું બંધ કરી દેવુ જોઇએ. બહુ આશાવાદી કે નિરાશાવાદી થવાની જરુર નથી, કારણ કે ભારતીય અર્થતંત્રના સારા અને ખરાબ પાંસા છે.
કોઈપણ બજેટ માટે માર્કેટની સાથે સામાન્ય લોકોનો ભરોસો જીતવો પણ મહત્વનું છે. બજેટનું સ્પષ્ટ માળખુ હોવુ જોઇએ કે અર્થતંત્રને પાટા પર કેવી રીતે લાવી શકાય. આ માળખુ ભરોસાપાત્ર હોવુ જોઇએ અને એમાં ખોટા ખર્ચાને કોઈ સ્થાન ન હોવુ જોઇએ. સમય દરમિયાન ડિમાન્ડને સપોર્ટ કરવાની જરુર છે. કેન્દ્ર અને રાજ્યોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપી દેશમાં રોજગાર પેદા કરવો જોઇએ. મનરેગા જેવી યોજનાઓ માટે ફંડ આપવાની જરુરને મહત્વ આપ્યું છે.
ભારતે માત્ર મેન્યુફેક્ચરિંગ કે એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રો વિશે વિચારવાનું છોડીને સર્વિસિઝ વિશે વિચાર કરવો જોઇએ. સરકારે ટેલીમેડિસિન, ટેલી વોયરિંગ અને એડુટેક જેવા નવા ક્ષેત્રો તરફ ધ્યાન આપવાની જરુર છે. આ ઇન્ડસ્ટ્રિઝને ફંડિગની નહીં પરંતુ ડેટા સંરક્ષણ પર વૈશ્વિક માપદંડો મુજબ નિયમોની જરુર છે.

