HomeGujaratમોરબી પાલિકાનો ઓડીટ રીપોર્ટ પણ હોર્ડિંગમાં મુકવાં રાજકીય અગ્રણીની માંગ

મોરબી પાલિકાનો ઓડીટ રીપોર્ટ પણ હોર્ડિંગમાં મુકવાં રાજકીય અગ્રણીની માંગ

મોરબી નગરપાલિકા દ્વારા તાજેતરમાં લાંબા સમયથી બાકી રહેલ વેરા વસુલ કરવા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં મોટી રકમના વેરા ન ભરતા હવે ન ભરનારના નામો હોર્ડિંગ મુકવાની જાહેરાત કરી હતી તે યોગ્ય છે. આવા વેરા ન ભરનાર ના નળ જોડાણો કાપી ને તેમને ફરજનું ભાન કરાવવાનું આપનું કામ ખુબજ સરાહનીય છે.

પરંતુ એ વાત પણ જરૂરી છે કે ગુજરાત નગર નિયામક આયોજન મંડળ દરવર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. તે શહેર ના વિકાસના કામમાં વાપરવાની હોય છે. જોકે કેટલાક અધિકારીઓ પદાધિકારીઓ મનસ્વી રીતે મનફાવે તેવું કરીને ગેરરીતી આચરતા હોય છે. આ કામના આયોજનનું દર વર્ષે ઓડીટ કરવામાં આવે છે. જે રીપોર્ટમાં લેવામાં આવેલ રીમાર્ક ની પૂર્તતા યોગ્ય રીતે કરીને તેનો જવાબ આપવાનો હોય છે. અને જો તેમાં ગેરરીતી માલુમ પડેલ હોય તો આપે તેના માટે શું? પગલા લીધા તે પણ સાર્વજનિક કરીને હોર્ડિંગ પર મુકો. જો આવું કરશો તો આપનો વહીવટ ખુબજ પારદર્શક છે. તેવું લોકોને માલુમ પડશે અને બધાજ પદાધિકારીઓનું જાહેર સન્માન કરવાંમાં આવશે.

આવા ઓડીટ રીપોર્ટ સાર્વજનિક કરો જેની રીમાર્ક ની કરેલ પૂર્તતા ઓ સાર્વજનિક કરો અને તેને હોર્ડિંગ પર મુકવા અને દર વર્ષે બજેટમાં કરેલ જોગવાઈ અને તેની સામે થયેલ કામ નું લીસ્ટ પણ સાર્વજનિક કરી ને હોર્ડિંગ પર મુકવાં,તેથી લોકો ને માલુમ થાય કે તેઓએ ચુંટી ને મોકલેલ તેઓના પ્રતિનિધિ કેવું સેવાનું કામ કરે છે. લોકો ને તેનો કેવો લાભ મળે છે. ગત વર્ષ ના બજેટ માં કરેલ જોગવાઈ ઓ માંથી કેટલા કામો થયા તે ખાસ જણાવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ માંગણી કરી છે .


 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW