HomeGujaratટંકારામાં રૂ 22 લાખના ખર્ચે બનશે ગ્રામ પંચાયત કચેરી

ટંકારામાં રૂ 22 લાખના ખર્ચે બનશે ગ્રામ પંચાયત કચેરી

ટંકારા તાલુકામાં સૌથી મોટી પંચાયત માની શહેરની ગામ પંચાયતની કચેરી જર્જરીત હાલતમાં હોય છેલ્લા પાંચેક વર્ષથી કચેરીનો વહીવટ મંત્રી આવાસમાં કાર્યરત કરવામાં આવ્યો હતો જ્યા ટુકી જગ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોય આ અંગે અનેકવાર રજૂઆત કરી નવી પંચાયત માટે માગણી કરી હતી.

ત્યારે પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ રૂ 22 લાખના ખર્ચે ટંકારા ગામ પંચાયતની બિલ્ડીંગ બનાવવા મંજુરીની મહોર મારી દીધી હતી. જેનુ આજે નવા નિયુક્ત સરપંચ ગોરધનભાઈ ખોખાણીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ કામ 6 મહિનામાં પુર્ણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બે માળની ઈમારતમા નીચે પંચાયત કચેરી બનશે અને પ્રથમ માળે તલાટી મંત્રીનો આવાસ. સરપંચ,મંત્રી સ્ટોરરૂમ અને મિટીંગહોલ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW