HomeGujaratમોરબીમાં માનસિક વિકલાંગ સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સ જેલહવાલે,

મોરબીમાં માનસિક વિકલાંગ સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સ જેલહવાલે,

મોરબીના એક ગામની એક માનસિક વિકલાંગ સગીરા પર તેના જ ગામમાં રહેતો અને પાન મસાલાની દુકાન ચલાવતા શખ્સે સગીરા પેન લેવા તેની દુકાને ગઈ ત્યારે આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.જે તે વખતે તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી કોઈને ન કહેવા સગીરાને ડરાવી હતી જેથી જે તે સમયે ઘટના સામે આવી ન હતી.આ ઘટનામાં 4 મહિના બાદ સગીરાની તબીયત બગડતા હોસ્પિટલમાં ખસેડવાંમાં આવી હતી જ્યાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા માતાએ દીકરીની પૂછપરછ કરતા દુકાનદારનું હીનકૃત્ય સામે આવી ગયું હતું અંતે માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી શખ્સને ઝડપી લીધો હતો અને તેની ધરપકડ કરી હતી આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને જેલહવાલે કરવા આદેશ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW