HomeGujaratTollywood બની દેશની નંબર વન ઈન્ડસ્ટ્રી, કમાણી જોઈ ચોંકી જશો

Tollywood બની દેશની નંબર વન ઈન્ડસ્ટ્રી, કમાણી જોઈ ચોંકી જશો

સાઉથની ફિલ્મો છેલ્લા કેટલાક વર્ષોથી ધૂમ મચાવી રહી છે. ન માત્ર દર્શકોમાં એની અસર જોવા મળી છે પણ બોક્સ ઓફિસ ઉપર પણ કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. હાલમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ન માત્ર સાઉથ ઝોનમાં પણ દેશભરમાં સાઉથની ફિલ્મની લોકપ્રિયતા ઉનાળામાં વધતા તાપમાનના પારાની જેમ વધી રહી છે. બીજી તરફ સાઉથના કલાકારોના ફ્રેન્ડ ફોલોઅર્સ પણ વધી રહ્યા છે. થીમથી લઈને એક્શન સુધી દરેક પાસા લોકોને પસંદ આવી રહ્યા છે.

ફિલ્મ ‘પુષ્પા’એ પણ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી લીધી છે. આ વખતે ટોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી હીટ ફિલ્મો મળી છે. હવે ટોલિવૂડ દેશની ટોચની મનોરંજન ઈન્ડસ્ટ્રી બની ગઈ છે. આ વર્ષે ટોલિવૂડ દેશની સૌથી વધારે કમાણી કરતી મનોરંજન ઈન્ડસ્ટ્રી બની છે. આ વર્ષે આ ઈન્ડસ્ટ્રીએ આશરે 1300 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો આ વર્ષની શરૂઆતમાં જ તે ત્રીજા ક્રમે રહી છે. ધનુષ સ્ટારર અસુરન, કર્ણન, માસ્ટર, જય ભીમ, જૈવી મોટી ફિલ્મો જોવા મળી છે. જેની થીમ, સ્ટોરી અને એક્શન સિક્વન્સ લોકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ત્રીજા ક્રમે છે. રીપોર્ટ અનુસાર આ વર્ષે બોલિવૂડે આશરે રૂ.700 કરોડની કમાણી કરી છે. જોકે, હકીકત એવી પણ છે કે આ વખતે બોલિવૂડમાંથી પણ ઘણી સારી ફિલ્મો આવી છે. જેમાં ‘ચંદીગઢ કરે આશિકી’, ‘સૂર્યવંશી’, ’83’, ‘જર્સી’, ‘ભૂજ’, ‘શેરશાહ’ જેવી સફળ ફિલ્મનો સમાવેશ થાય છે. કમાણીના મામલે ‘પુષ્પા’એ ઘણી ફિલ્મોની આવકને ઓવરટેક કરી છે.

Rashmika Mandanna: I worked hard for 'Pushpa'; my role in the movie is  closer to reality | Telugu Movie News - Times of India

આ ફિલ્મ સુકુમાર નામના મોટા ડાયરેક્ટરે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મે 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ જોયા બાદ ઘણા લોકો બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ બે ભાગમાં છે. જોકે, સ્ટોરી ક્યાંથી આગળ વધશે એ અંગે હજુ સસ્પેન્સ છે. એક સમય હતો જ્યારે લોકો બોલિવૂડ ફિલ્મો જોતા હતા. પરંતુ હવે બોલીવુડમાં એવી ફિલ્મો આવવા લાગી છે. જે ફિલ્મો જોવી કોઈને બિલકુલ પસંદ નથી. આ જ કારણ છે કે બોલિવૂડ ફિલ્મોનું સ્ટાન્ડર્ડ સતત નીચે જઈ રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW