HomeGujaratરાજધાની ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા મહિલા ભડથુ થઈ ગઈ

રાજધાની ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા મહિલા ભડથુ થઈ ગઈ

સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં મંગળવારની રાતે એક ખાનગી બસમાં એકાએક ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝી જતાં 2 વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થયા છે. પરંતુ આ આગ એટલી ભયાનક હતી કે, તેના દ્રશ્યો ત્યા હાજર તમામ લોકોને વિચલિત કરી દે તેવા હતા. આ બસના કેટલાય વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. લોકોની નજર સામે એક મહિલા બસમાં ફસાઈ જતા જીવતી સળગી ગઈ હતી. મંગળવારે મોડી રાત્રે મહાનગર સુરતના યોગી ચોક પાસે એક બસ ભાવનગર જવા રવાના થઈ હતી.

બસની પાછળ રાજધાની લખ્યુ હતું. આ એક એસી બસ હતી. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે વ્યક્તિઓ બેઠા હતા. બસ યોગી ચોક પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે તેના પાછળના ભાગમાંથી એકાએક ધુમાડો નીકળવા લાગ્યો હતો. બસ ડ્રાઈવરને આ વિશે જાણ થતા જ તેણે તરત બસ સાઈડમાં ઊભી રાખી હતી. પરંતુ લક્ઝરી બસમાં એસીનું કોમ્પ્રેસર જોતજોતામાં ધડાકાભેર ફાટ્યુ હતુ. જેના કારણે બસમાં આગ લાગી ગઈ હતી. વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ લાગતા જ બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો તરત જ બહાર નીકળી ગયો હતો. પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે ભડથું થઈ ગઈ હતી.

દ્ર્શ્યો ખૂબ જ બિહામણા હતા. એકઠા થયેલા લોકોએ નજરોનજર મહિલાને ભડભડ સળગતી જોઈ હતી. એકાએક આગ લાગતા આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી નીચે ઉતરવાનો સમય જ મળ્યો ન હતો. તે જોતજોતામાં જ જીવતી સળગી ગઈ હતી. બસમાં મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ્સ પણ હતા, જેમાં શોર્ટસર્કિટ થઈ હતી.

પછી આગ લાગી હતી. જે બસના કોમ્પ્રેસર સુધી પહોંચી ગઈ હતી. કોમ્પ્રેસર ફાટ્યુ હતું. બસમાં ફોમની ગાદી હતી, જેથી આગ વધુ વિકરાળ બની હતી. સુરતમાં આગ લાગવાની આ બીજી મોટી ઘટના છે. જેમાં એક વ્યક્તિએ ઘટના સ્થળે જ જીવ ગુમાવી દીધો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW