HomeGujaratજામનગરના યાર્ડમાં નવા અજમાની ધુમ આવક, અધધ… રૂપિયા 7000 હજારનો બોલાયો ભાવ

જામનગરના યાર્ડમાં નવા અજમાની ધુમ આવક, અધધ… રૂપિયા 7000 હજારનો બોલાયો ભાવ

જામનગરમાં આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા અજમાની ધુમ આવક થઈ હતી. જેમાં આજે 20 કિલોના સૌથી વધારે ઉંચા ભાવ રૂપિયા 7 હજાર બોલાયા હતાં. જે અત્યારસુધીનો સૌથી ઉંચો ભાવ છે. ખેડૂતોને અજમાના ઉંચા ભાવો મળતા ખુશખુશાલ થયા હતાં.

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું છે કે, આજે યાર્ડમાં 2 હજારથી વધું ગુણી અજમાની આવક થઈ રહી છે. દૈનિક બે હજાર જેટલી અજમાની ગુણી આવી રહી છે. ત્યારે આજે યાર્ડમાં નવા અજમાનો 20 કિલોનો ભાવ રૂપિયા 7 હજાર બોલાયો છે. ભાવનગર જિલ્લાના મહુવાના ડુંડાસ ગામના ખેડૂતો પોતાનો અજમો લઈને જામનગર યાર્ડમાં આવ્યાં હતાં. જેમાં એક મણનો ભાવ રૂપિયા 7 હજાર બોલાયો છે. સમગ્ર રાજ્યમાં અજમાનું મુખ્ય પીઠુ જામનગર યાર્ડ ગણાય છે. અજમાના ઈતિહાસમાં અત્યારસુધીમાં આટલો મોટો હાઈએસ્ટ ભાવ જોવા મળ્યો નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW