HomeGujaratCentral Gujaratઆ કારણે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાડા ચાર માસ માટે રહેશે બંધ, આ...

આ કારણે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાડા ચાર માસ માટે રહેશે બંધ, આ 33 ફ્લાઈટો રદ્દ

અમદાવાદમાં આવેલુ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજથી 31 મે સુંધી બંધ રહેશે. એરપોર્ટ રન-વેના રિકાર્પેટીંગની કામગીરીના કારણે અમદાવાદ એરપોર્ટ દરરોજ 9 કલાક બંધ રહેશે. સાડા ચાર મહિના માટે 33 ફ્લાઈટને રદ્દ કરાઈ છે. તો 15 ફ્લાઈટોને રિશિડ્યુલ કરાઈ રહ્યું છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર રન-વેના રિકાર્પેટીંગની કામગીરીના કારણે આજથી તા. 31 મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. 17 જાન્યુઆરીથી 31 મે સુધી એરપોર્ટ દરરોજ 9 કલાક માટે બંધ રહેશે. તેમજ આ દિવસો દરમયાન સાંજે 6 વાગ્યા બાદ જ ફ્લાઈટોને ઓપરેટ કરાશે. આ અંગે એરપોર્ટ એથોરિટી દ્વારા જણાવાયું છે કે, તા. 21 મે સુધી 33 ફ્લાઈટોને રદ્દ કરી દેવાઈ છે. તો તા. 31 મે સુધી વિવિધ 15 ફ્લાઈટોને રિ-શિડ્યુલ કરી દેવાઈ છે. જે મુસાફરોએ એડવાન્સ બુકીંગ કરાવી દીધું છે તેમને કોઈ તકલીફ પડે નહીં તે માટે ફ્લાઈટોને મર્જ કરાશે. રન-વેના રિકાર્પેટીંગની કામગીરીથી એર ઈન્ડિયાની કોઈ પણ ફ્લાઈટને રદ્દ કરાઈ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW