મોરબીના વજેપર શેરીમાં રહેતા અને મજુરી કામ કરતા લાલજી જગદીશભાઈ પરમાર નામના યુવાનને ઘરેથી રૂપિયા લઇ જવા મુદ્દે પિતા જગદીશભાઈએ ઠપકો આપતા યુવાનને લાગી આવ્યું હતું અને બે દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો. દરમિયાન રવિવારે મોડી સાંજના બોયઝ હાઈસ્કુલના મેદાન બહાર રોડ પર પોતાના શરીર પર ડીઝલ છાંટી આગ ચાપી દીધી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકને બચાવવા કોશિશ કરી હતી પરંતુ યુવક ખુબ ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

