મોરબીમાં સતત વધી રહેલા કોરોનાના કેસનો ગ્રાફ સોમવારે પણ ઉચો જોવામળ્યો હતો સોમવારે જીલ્લામાં કુલ 182 દર્દી પોઝીટીવ આવ્યા હતા તાલુકા મુજબ જોઈએ તો મોરબી શહેરમાં 71 અને ગ્રામ્યમાં 63 કેસ સામે આવ્યા હતા તો વાંકાનેર શહેરમાં 5 ગ્રામ્ય 5 કેસ ,હળવદ શહેરમાં એક ગ્રામ્યના ત્રણ કેસ,ટંકારામાં 24 કેસ પોઝીટીવ આવ્યા હતા અને માળીયામાં પણ 10 કેસ સામે આવ્યા હતા. મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં એક્ટીવ કેસનો આંકડો 682નો આંક વટાવી ચુક્યો છે. બીજી તરફ સ્વસ્થ થનારા દર્દીઓ પણ વધ્યા છે સોમવારે મોરબી શહેરમાં 44 ,વાંકાનેરમાં 2 ટંકારામાં 2 અને માળીયામાં 3 મળી કુલ 51 દર્દી ડીસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં કોરોનાની આજદિન સુધીમાં કુલ 4,59 ,104 દર્દીઓના સેમ્પલ લઇ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ7376 પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 6412 દર્દી ડીસ્ચાર્જ થઇ ગયા છે. જયારે 87 દર્દીઓના મોત થયા હતા

