HomeGujaratCentral Gujaratક્લાસ વન અધિકારી પાસેથી માંગી લીધું એવું કે પગ નીચેથી જમીન ખસી...

ક્લાસ વન અધિકારી પાસેથી માંગી લીધું એવું કે પગ નીચેથી જમીન ખસી ગઈ

ગાંધીનગરના કૃષિ વિભાગમાં ફરજ બજાવતા મહિલા અધિકારી પાસે પતિએ અપ્રાકૃતિક સેક્સ માટે દબાણ કરીને અવાર નવાર ઝઘડો થતો હોય દંપતિના ઝઘડાના સમાધાન માટે સસરાએ પણ પોતાની પુત્રવધુ ઉપર નીયત બગાડીને અડપલા કર્યાં હતાં. આ ઉપરાંત સસરાએ પણ ક્લાસ વન મહિલા અધિકારીની એકલતાનો લાભ લઈને અડપલા કર્યાં હતાં. તો શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કર્યું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

ગાંધીનગરમાં કૃષિ ભવનમાં ફરજ બજાવતા ક્લાસ વન મહિલા અધિકારીએ તા. 14 જૂલાઈ 2003ના રોજ સેક્ટર-14માં રહેતા જયેશ પંચાલ સાથે કોર્ટમાં લવમેરેજ કર્યાં હતાં. શરૂઆતમાં બંને આણંદ રહ્યાં હતા ત્યારબાદ દંપતિ ગાંધીનગર સેક્ટર-14માં રહેવા આવી ગયું હતું. પતિ તહેવાર ઉપર કે રજાના દિવસોમાં પત્નીને લઈને બાયડ તેમના પરિવારજનોને મળવા માટે લઈ જતા હતાં. વર્ષ 2008માં પુત્રનો જન્મ થયા બાદ પતિ જયેશ તેમની પત્નીને આડાસંબંધની શંકા રાખીને અવાર નવાર ત્રાસ આપતો હતો. તો બીજી તરફ સાસુ પુષ્પાબેન, સસરા મણિભાઈ, બે નણંદો અને તેના પતિ જયેશના કાન ભરતા હોય પતિએ તેણીના પગારની માગ કરીને ઘર ચલાવવાની જવાબદારી તેણીના માથા ઉપર મુકીને અવાર નવાર પુત્રની હાજરીમાં પણ મારતો હતો.

વર્ષ 2010માં સાસુ અને સસરા મહિલા ક્લાસ વન અધિકારીના ઘરે રહેવા માટે આવી ગયા હતા. સાસુ ચાર મહિના રોકાઈને પરત બાયડ ચાલ્યા ગયા હતા. તો સસરા મણીભાઈ તેમની સાથે રહેવા લાગ્યાં હતાં. ત્યારબાદ સસરો અવાર નવાર પુત્રવધુની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલા પણ કરતો હતો. પુત્રવધુમાં મોહિત થઈ ગયેલા સસરાએ તેમની પુત્રવધુને ચીઠ્ઠી લખી હતી. આ અંગે મહિલા ક્લાસ વન અધિકારીએ પતિને જાણ કરી હતી. તો પતિ જયેશ તેની પત્ની ઉપર સસરાની ઈચ્છા પુર્ણ કરવા માટે દબાણ કરતો હતો અને પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આઆપતા મહિલા અધિકારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે અંતે ક્લાસ વન મહિલા અધિકારીએ પોલીસ સ્ટેશનનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW