ટીમ ઈન્ડિયાના મુખ્યકોચ અને ભારતના પૂર્વ સિનિયર ક્રિકેટર રાહુલ દ્રવિડનો તા.11 જાન્યુઆરીનો રોજ જન્મદિવસ હતો. મુખ્યકોચે પોતાનો 49મો જન્મદિવસ મનાવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકમાં મુખ્યકોચનો જન્મદિવસ મનાવ્યો હતો. કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટ મેચનો પહેલો દિવસ પૂરો થયા બાદ ટીમ ઈન્ડિયાએ રાહુલ દ્રવિડનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી રાહુલ દ્રવિડના જન્મદિવસની કેટલીક તસવીર પોસ્ટ કરી હતી. ટીમ ઈન્ડિયાએ ડ્રેસિંગ રૂમમાં રાહુલ દ્રવિડનોન જન્મદિવસ મનાવ્યો છે. મુખ્યકોચે આ દિવસે કેક કટિંગ પણ કર્યું હતું. આ તસવીર પર શમીએ પોસ્ટ કરી હતી. જેમાં જોઈ શકાય છે કે, આ સેલિબ્રેશનમાં ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે સહિત અનેક ખેલાડીઓ બર્થ ડે ગીત ગાઈ રહ્યા છે.

બીજા એક ફોટોમાં રિષભ પંત કેક હાથમાં લેતો હોય એવું જોવ મળ્યું છે. સાઉથ આફ્રિકાની આ ટુર દ્રવિડ માટે ખૂબ જ મહત્ત્વની છે. કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડની આ પહેલી વિદેશ ટુર છે. ટીમ ઈન્ડિયા હજુ આ સીરિઝમાં 1-1થી બરોબરીમાં છે. ટીમ ઈન્ડિયા આ મેચ જો જીતી જશે તો ખરા અર્થમાં ઈતિહાસ બની જશે. મેચ દરમિયાન રાહુલ દ્રવિડ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે મજાકીય અંદાજમાં કહ્યું કે, ઉંમર વધવાની સાથે વૃદ્ધ થઈ રહ્યો છું. સમજમાં નથી આવતું કે, કેવી આ ફીલિંગ્સ છે. પણ ટીમ સાથે જોડાયેલો છું એટલે મને ઘણું સારૂ લાગે છે.
રાહુલ દ્રવિડની ગણતરી ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહાન ક્રિકેટર્સ તરીકે થાય છે. તેઓ પણ ટેસ્ટ ટીમના વોલ તરીકે જાણીતા છે. ટેસ્ટ ટીમના બેટ્સમેન તરીકે જ્યારે મહાન બેટ્સમેનનું નામ લેવાય છે ત્યારે રાહુલ દ્રવિડનું નામ અચૂક લેવામાં આવે છે. કેપટાઉન ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરીને 223 રન કર્યા હતા. ટીમ ઓલઆઉટ થઈ જતા ટીમ કોઈ મોટો સ્કોર કરી શકી ન હતી. ઓપનિંગ તો ઠીક મિડલ ઓર્ડર પણ ફેઈલ રહ્યો હતો. એવામાં વિરાટ સારૂ રમ્યો હતો. કેપ્ટાઉન ટેસ્ટના બીજા દિવસે ભારતની નજર સાઉથ આફ્રિકાની ટીમને ઝડપથી આઉટ કરવા પર રહી છે. ભારત સાઉથ આફ્રિકામાં ભારતીય ક્રિકેટ ટીમ કદી કોઈ ટેસ્ટ સીરિઝ જીતી નથી. એવામાં વિરાટના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ જીતશે તો ખરા અર્થમાં ઈતિહાસ બનાવશે.

